________________
ગાથા-૫-૬] ૨. વૃદ્ધિદ્વાર – અધિકારી
૨૦ તે આ પ્રમાણે – “કેવો ગૃહસ્થ યોગ્ય છે?"
૧. સુખ-સ્વજન ધરાવનાર કુટુંબીવર્ગ જેને સગાં, સંબંધી-જ્ઞાતિ,મિત્ર). અનુકૂળ (દરેક સારા કામમાં સંમત તથા સાથ આપનાર-પ્રોત્સાહક) હોય,
૨. શ્રીમંત ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હોય,
૩. યુક્ત=(પ્રતિષ્ઠિત) રાજા તરફના માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈ પણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર,
૪. કુળવંત–ઉત્તમ વંશમાં જન્મેલ હોય, જેથી કરીને, પ્રતિજ્ઞા-કબૂલાત-વગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે બરાબર પાલન કરનાર,
૫. અશુદ્ર=(હલકટપણું કે કૃપણપણું ન ધરાવતા) દાન-કુશળ (ઉદારદિલ),
૬. ખૂબ ધીરજવંત=ગમે તેવા વિકટ સંજોગોમાં પણ) મનનું સમતોલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર, એ ઉપરાંત
૭. ચાલુ બાબતના અનુભવી-જ્ઞાતા ચૈત્ય દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની વિધિ વગેરેના સારા જાણકાર,
૮. આજ્ઞા-પ્રધાન=શ્રી આગમશાસ્ત્રોની આજ્ઞાને અધીન, ૯. ધર્મના રાગી સારી રીતે ધર્મિષ્ઠ,
૧૦. ગુરુ-ભક્તિમાં તત્પર એટલે કે ગુરુસ્થાને રહેલા પૂજવા યોગ્ય પુરુષોની સેવા-ભક્તિ કરવામાં તત્પર,
૧૧. શુશ્રુષા વગેરે ગુણોયુક્ત વિવેક (શાસ્ત્રો સાંભળવાની ઈચ્છા વગેરે ધર્મ પ્રેમીના આઠ ગુણો શાસ્ત્રોમાં જણાવ્યા છે, તે ધરાવનાર-વિવેકી,
૧૨. મતિમાન =જાતસમજથી સારા બુદ્ધિશાળી સુંદર-પરિણામદશ સમજ ધરાવનાર).
છે રહસ્ય એ છે, કે
ઉત્તમ (આત્મ) પરિણામો રૂપ ફળોની પરંપરા વધારે તેવા દેવ-દ્રવ્ય વગેરેમાં વધારો કરવાની પ્રવૃત્તિઓ વગેરે), ઉપર જણાવ્યા પ્રમાણેની શ્રદ્ધા ધરાવનારા-શ્રાવકો સારી રીતે કરી શકે તેમ હોય છે. 3 અહીં-કેટલાક ગુણો, કાર્ય-કારણનો સંબંધ બતાવવા વૃત્તિકારશ્રીએ પાછળના અનુક્રમથી
પણ બતાવેલા છે. ગા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org