________________
૩૪
ગાથા-૯]
૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ જિનેશ્વર ભગવાનના (જીણ) મંદિરનો ઉદ્ધાર કરનારને આ લોકમાં સારી કીર્તિ મળે છે, અને બીજા ભવ્ય જીવોને) સત્પુરુષોનો માર્ગ બતાવવામાં જીર્ણોદ્ધાર કરનાર પ્રેરક થાય છે. ૧૦૩
કેટલાક પુરુષો એકાદ ભવ કરીને મોક્ષમાં જાય છે, અને કેટલાક (ઇન્દ્ર કે) ઈન્દ્ર જેવા થઈ દેવતાનું સુખ અનુભવી મોક્ષમાં જાય છે.” ૧૦૪
(સાર-સંભાળ રાખવાની કેટલીક સમજૂતી)
છે એટલા જ માટે કળી ચૂના વગેરેથી દહેરાસરનો સંસ્કાર કરવો તેને ધોળાવતા રહેવું.
એટલે કેદહેરાસર અને તેની આજુબાજુના પ્રદેશમાં સાફ-સૂફી રાખવી. પૂજાનાં ઉપકરણો-બનાવરાવવાં-રચવાં-ગોઠવવાં મેળવવાં. શ્રી પ્રતિમાજી મહારાજના પરિકર વગેરેમાં નિર્મળતા રખાવવી. ખાસ મોટી પૂજામાં (સાંજે) દીવા વગેરેથી શોભા વધારવી. ચોખા, નૈવેદ્ય વગેરે વસ્તુઓના જથ્થા સારી રીતે સચવાય તેમ કરવું. કેસર, સુખડ, દૂધ, ઘી વગેરેનો સંગ્રહ કરતા રહેવું. દેવાદિક દ્રવ્યની ઉઘરાણી કરવી. તેથી મળેલું ધન સારે (સુરક્ષિત) ઠેકાણે મુકાવવું. તેની આવક અને ખર્ચ વગેરે સ્પષ્ટ વિગત પૂર્વક બરાબર લખવા.
ભંડારની આવક, ખર્ચ અને સાચવવાના યોગ્ય સ્થાન વગેરેનું રક્ષણ કરવું. નોકરો ગોઠવવા.
સાધર્મિકો, ગુરુ, જ્ઞાન, ધર્મશાળા વગેરેની પણ ઉચિત રીતે સાર-સંભાળ કરવામાં શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવો.
છે એ પ્રકારે ઋદ્ધિશાળી શ્રાવકોએ શ્રી વિમળાચળ વગેરે મહાતીર્થોનું રક્ષણ કરવું, ઉદ્ધાર કરવો. કરો દૂર કરાવવા, વગેરે વિધિથી સાર-સંભાળ કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org