________________
૧૪૪
પરિશિષ્ટ-૮
: ગાથા -૪ પેજ -૧૫ : [સાધારણ શબ્દ સામાન્ય રીતે પાંચ દ્રવ્યોમાંના પૂર્વના ત્રણ દ્રવ્યોનો નિર્દેશ કરી શકે છે. દેવ-જ્ઞાન અને ગુરુ. એ ત્રણેયના ખાસ ખાસ સ્પષ્ટ નિર્દેશપૂર્વક ધન વગેરે. ઉપરાંત-સાધારણ સ્પષ્ટ નામ નિર્દેશપૂર્વક આવેલા ધન વિગેરે ત્રણના સાધારણ ગણાય. તે સિવાય બીજા કોઈના સાધારણ ન ગણાય. એ ચોથા સ્થાન ઉપર રહેલા સાધારણ શબ્દથી સમજી શકાય છે. ત્યારે સાત ક્ષેત્રોમાં સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ગણાવ્યા છે. ખરી રીતે, ગુરુ ક્ષેત્રનું ગુરુ દ્રવ્ય આવવું જોઈએ ને?
દેવદ્રવ્યના-મંદિર અને પ્રતિમાજી એ બે ભાગ પાડીને બે ક્ષેત્ર સૂચવ્યાં છે. જ્ઞાનદ્રવ્ય-તો એક જ બન્નેય ઠેકાણે છે.
દેવક્ષેત્રના દ્રવ્યને બે ભાગમાં, તેમ ગુરુ ક્ષેત્રદ્રવ્ય ચાર ભાગમાં વહેંચી બતાવ્યું છે.” એમ સમજી શકાય છે.
સાધુપણામાં પોષક દ્રવ્ય, સાધ્વીપણામાં પોષક દ્રવ્ય, શ્રાવકપણામાં પોષક દ્રવ્ય શ્રાવિકાપણામાં પોષક દ્રવ્ય. આ તેના તાત્પર્યાર્થ છે. કોઈ સાધુ, કે શ્રાવકનો પુત્ર, દુરાચારી જ હોય, તો તેના પોષણ માટે આ ચાર દ્રવ્યો હોઈ શકે નહિ. કેમ કે તે સુપાત્ર નથી. કોઈ વેશધારી પતિત સાધુ કે પતિત શ્રાવક દુઃખી હોય, તો અનુકંપા ક્ષેત્રમાંનું દ્રવ્ય તેને ઉગારવા ખર્ચી શકાય. અથવા અનુકંપાથી પોતાના ઘરનું દ્રવ્ય શ્રાવક આપી શકે. પરંતુ તેમાં આ સાધારણ દ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે.
પરંતુ સાધુપણા વગેરે ચારેય ગુણોના પોષણ માટે સાધારણ દ્રવ્યનો ઉપયોગ થઈ શકે. આ ઉપરથી ફલિત અર્થ એ સમજી શકાય છે; કે ગુરુક્ષેત્રમાં ચારેયને સમાવવામાં આવ્યા હોય. કેમ કે સામાન્ય માનવો કરતાં-જૈન માગનુસારી સમ્યગ્દર્શની, દેશવિરતિ વિ૦ ગુણોધારક શ્રાવક શ્રાવિકા વિશિષ્ટ પાત્રો છે, સુપાત્રો છે. માટે તેઓને પણ ગુરુક્ષેત્રમાં ગણીનો, ગુરુક્ષેત્રના અપેક્ષા વિશેષે ચાર વિભાગ બતાવવામાં આવ્યા છે, એમ કેમ ન હોય ?
શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં અંગત વાપરવા માટે નહીં, પરંતુ તે ગુણો માટે વાપરવામાં તે તે - ગુરુક્ષેત્ર બની રહે તેમ છે. આ સિવાય-શ્રાવક શ્રાવિકાને સાધારણના સાત ક્ષેત્રમાં શી રીતે ગણાવવામાં આવેલા હશે ? જો આ વાત શાસ્ત્રાનુકૂળ રીતે બંધબેસતી હોય, તો સાત ક્ષેત્રના નામે અથવા સાધારણને નામે અર્પિત થયેલાં દ્રવ્યોનું વ્યય-વપરાશ-કેવી રીતે કરાય? એ પ્રશ્ન થાય તેમ છે.
કેમ કે-જ્યારે-સાધારણ શબ્દથી પ્રથમનાં ત્રણ ક્ષેત્રો અને તેના પેટાભેદો લેવાથી, તે દ્રવ્યના સાત સરખા ભાગ પાડવામાં આવે, તો જ દરેક ક્ષેત્રને પોતપોતાનો ભાગ મળી શકે. તો દેવદ્રવ્યમાં આવેલો ભાગ એટલે કે ઉપર ઉપરના ક્ષેત્રના ભાગ નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org