Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 312
________________ ૧૪૭ અમર્યાદિત રીતે માર્ગ ખુલ્લો થઈ જાય. તેમ છતાં અનિવાર્ય સંજોગોમાં અપવાદપદે કેમ કરવું ? તે વગેરે જ્ઞાની ગીતાર્થ શાસન સાપેક્ષ પુરુષો યોગ્ય નિર્ણીત માર્ગ ફ૨માવે, તેમ વર્તવું હિતકારક ગણાય એમ સમજાય છે. જેમ દ્રવ્યાનુયોગ, ચરણાકરણાનુયોગ ગણિતાનુયોગ, કથાનુયોગ, એ ચારેય, સુવ્યવસ્થિત અને પદ્ધતિસર છે, તેમાં ક્યાંય કલ્પના ચાલી શકતી નથી. તેમજ આ પાંચ દ્રવ્ય વિચાર પણ છે. જેમાં સમગ્ર જૈન શાસન એક યા બીજી રીતે સમાવેશ પામે છે, એટલી તેનીયે વિશાળતા છે. કેમકે દેવ-ગુરુ-ધર્મ સિવાય, બીજું શું છે ? તેમની આરાધનામાં ઉપયોગી દ્રવ્યો-ઉપકરણો-સાધનોની મુખ્યતાએ આ વ્યવસ્થા છે. માટે પાંચ દ્રવ્યની વિચારણા દ્રવ્યાનુયોગ કે ચરણાકરણાનુયોગ જેવી વિશાળ પાયા ઉપરની હોવાની સમજી શકાય તેમ છે. તેના ભેદ-પ્રભેદો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવો-વગેરે, તે દરેકના નામ સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપો, તેમજ સાધક અને બાધક દરેકના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવો, વગેરે ઘટાવતાં ખૂબ વિશાળ પાયા ઉપરનું શાસ્ત્ર ભાસે તેમ છે. સંવેગી ગીતાર્થ અધિકારી પુરુષોની આજ્ઞા આવી બાબતોમાં પ્રમાણભૂત છે. – સંપાદક] : ગાથા - Jain Education International ૪, પેજ - ૧૭ : [એક વિશેષ વિચાર કરવાનો એ પણ છે, કે હાલમાં-ચેરિટેબલ- સખાવતીધર્માદા નામનાં દ્રવ્યોનો નવો પ્રકા૨ ચાલુ કરવામાં આવેલો છે. એટલે કે બ્રિટિશોના વખતથી સરકારી કાયદાઓમાં રીલીજીયસ અને ચેરિટેબલ એમ બે જાતની મિલકતોનાં ટ્રસ્ટ થાય છે. તેના ગુજરાતી ભાષામાં ભાષાંતર “ધાર્મિક” અને “ધર્માદા” એમ ગુજરાતી શબ્દો વાપરવામાં આવેલા છે. પરંતુ, વિચાર કરતાં આપણાં શાસ્ત્રોમાં ધર્માદા દ્રવ્ય જુદું હોય, તેમ જણાતું નથી. જેને ધર્માદા દ્રવ્ય તરીકે ઓળખાવાય છે, તે પણ વાસ્તવિક રીતે ધાર્મિક દ્રવ્ય છે. તેથી તેને જુદું પાડેલ હોય, તેમ જણાતું નથી, મુખ્ય પાંચ ભેદોમાં જે દ્રવ્ય ગણાવ્યું છે, તે ઉપરથી ધર્માદા દ્રવ્ય ઠરાવ્યું જણાય છે. ભારતની પ્રજાના જીવનમાંથી-સાંસ્કૃતિક જીવનધોરણ દૂર કરાવી હાલનું ભૌતિક પ્રાગતિક ગણાવાતું જીવનધોરણ દાખલ કરાવવા માટે એક મહાપરિવર્તનનો કાર્યક્રમ દુનિયાભરમાં બહારના બળોએ ફેલાવેલો છે, તેને લગતાં નવા નવા અનેક ક્ષેત્રો (ખાતાં) નીકળતાં જાય છે. તેમાંનાં કેટલાંક સુપાત્રનો ભાસ કરાવતાં હોય છે, કેટલાંક અનુકંપાનો ભાસ કરાવતાં હોય છે, ખરી રીતે તે સુપાત્રમાં કે અનુકંપામાં ગણી શકાય તેમ ન હોય તેવા ખાતાં પણ દિવસે દિવસે વધતાં જાય છે. દા. ત. વસ્તી વધારો અટકાવવા ઓપરેશન કરાવનાર લોકોને પ્રોત્સાહન આપવા કોઈ સખાવત કરે, તો તેને ચેરીટેબલમાં લેવામાં આવે, ગર્ભપાત કરાવવામાં-સખાવત ફંડ કોઈ કરે, તો તે પણ ચેરિટબેલ-દાન કહેવડાવાય વગેરે વગેરે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326