________________
૧૫૩
આ રીતે, એક જ વ્યક્તિની એક જ જાતની રકમ છતાં, જુદા જુદા ક્ષેત્ર વાર નિશ્રા અને વપરાશ શા આધારે ? તેનો સિદ્ધાંત આ રીતે સમજાવ્યો હોવાનું સમજવામાં આવે છે. અને આ જ ગ્રંથમાંથી આગળ જતાં આ રહસ્ય સમજાશે. – સંપાદક.]
.: ગાથા - ૪, પેજ - ૧૮ :
સિમજૂતી- આ ૪થી ગાથામાં જૈન ધાર્મિક દ્રવ્યના મૂળ પાંચ ભેદ અને તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ ત્રણ પેટા ભેદો ગણાવીને પહેલું ભેદવાર સમજાવવામાં આવ્યું છે.
આ ભેદ દ્વારમાં એ પણ સમજવાનું છે, કે દરેક મૂળભેદના પણ જુદાં જુદાં અનેક પેટાખાતાં ક્ષેત્રો) હોય છે.
દા. ત. દેવભક્તિના દેવદ્રવ્યમાં – આંગીખાતું, ધૂપખાતું, ફૂલખાતું, પ્રક્ષાલખાતું, ઉત્સવખાતું, દીપકખાતું, વરઘોડાખાતું, એવાં નાનાં મોટાં અનેક ખાતાં હોય છે. અને ભક્તિ કરનાર યથાશક્તિ જુદી જુદી રીતે ભક્તિ કરવા ઇચ્છા ધરાવતા હોય, તેથી જુદાં જુદાં ખાતાં હોઈ શકે છે. એમ દરેક મૂળભૂત વિષયમાં સમજવું. તેની શાસ્ત્રીય સૂચના-આ પંદર ભેદો બતાવવામાં આવી જાય છે. ક્યા પેટા ભેદો ક્યા મૂળભેદમાં સમાવેશ પામી શકે છે ? તે નિર્ણય સૂક્ષ્મ સમજથી કરવાનો રહે છે. અથવા આ વિષયના જાણકાર ગુરુમહારાજશ્રી પાસેથી નિર્ણય લેવાનો રહે છે. જેથી ભૂલ ન થાય અને દોષપાત્ર ન થવાય. – સંપાદક.]
: ગાથા - ૧૪, પેજ - પ૭ : શ્રી પ્રતિક્રમણ-વિધિનાં સૂત્રોમાં-ત્રીજા-ભૂલથી અદત્તાદાનવિરમણ વ્રતના પાંચમા અતિચારમાં- એ સ્પષ્ટતા કરવામાં આવી છે, કે-શિષ્ટજને યોગ્ય રીતે ઠરાવેલ વ્યાજ તથા-નફો લેવામાં અદત્તાદાનનો અતિચાર લાગતો નથી. દેશકાળ અનુસાર-વ્યાજના દર કે ભાવ વધ્યા હોય, અને તેથી વધારે લાભ મળી જાય, તો તે લેવામાં પણ અતિચાર લાગતો નથી. પરંતુ તે વખતે પણ જે ધોરણ ચાલતું હોય, તેથી વધારે લેવાથી વ્યવહારનો ભંગ થાય છે, એટલે કે અતિચાર લાગે છે, જ્યારે સામાન્ય દુન્યવી વેપાર વગેરે વ્યવહારમાં પણ આ રીતે અતિચાર ન લાગે, તે સંભાળવાનું હોય છે, ત્યારે
દેવદ્રવ્યાદિકના દ્રવ્યનો ઉપયોગ ન કરતાં, તેમાંથી વ્યાજ-નફો વગેરે લેવાથી-દોહવાની બાબત વિષે તો પૂછવું જ શું ? તેમ કરવાથી તે દ્રવ્યોનો વિનાશ કરવાનો-એ દ્રવ્યને દોહવારૂપ-ચોથો દોષ ગણાય છે.
આ ભાવાર્થ વિચાર કરતાં સમજી શકાય તેમ છે. ગાથાનો આ સંબંધ સૂક્ષ્મ વિચારણા કરવાથી સમજવામાં આવે તેમ છે.
– સંપાદક).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org