________________
૧૫૭
ન્યાય રહિત રાજ્ય તે નામ માત્ર રાજ્યતંત્ર કહેવાય છે. ન્યાય યુક્ત રાજ્ય જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે છે. અને એ જ સાર્થક રાજ્યતંત્ર છે. બીજું કોઈ રાજ્યતંત્ર અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે નહીં. ને સાર્થક નથી.
આ રીતે, વ્યવસ્થા હોવાથી ધર્મને અનુસરતી નીતિ, ન્યાય અને પ્રાથમિક સદાચાર હોય, તે ધંધાની વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને કામ ઉપર નિયંત્રણ. રાખનારી સમાજ વ્યવસ્થા જ સજ્જન પુરુષોએ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, તેને આશ્રયે ગૃહસ્થપણામાં ન છૂટકે જીવન ચલાવવા યોગ્ય છે.
એટલે કે સેક્યુલર તરીકે વિખ્યાત આર્થિક, રાજકીય અને સામાજીક તત્ત્વો સદ્ધર્મ, અર્થ, અને કામ પુરુષાર્થના તથા મોક્ષના વિરોધી હોય છે.
આ કારણે-ધાર્મિક સજ્જનોએ તેની ઉપેક્ષા કરવી પડે. અને તેનો સ્વીકાર યોગ્ય નહીં ગણવો જોઈએ. એ પ્રમાણે સર્વ ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તત્ત્વ સાબિત થાય છે.
પુરુષાર્થ રૂપ ન હોય, એવા અર્થ અને કામમાં માગનુસારીપણું પણ નથી હોતું.
કેમ કે તેમાં સંસ્કૃતિનું તત્ત્વયુક્તપણું હોતું નથી. તેમાં-સદ્વ્યાવહારિકપણું હોતું નથી. તેથી કરીને, તેમાં વ્યવહાર શુદ્ધિ હોતી નથી, અને તે બન્નેયના મૂળમાં ધર્મ હોતો નથી. આ સાર છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org