Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 316
________________ ૧૫૧ છે, તેમાં લઈ જઈ શકાય. એ આશયથી બન્નેયનો એક કાયદો રાખ્યો છે. આ કેટલી ઊલટી ગંગા? ત્યારે, ખરી રીતે એ છે, કે ધાર્મિક સિવાયની ધમદા સખાવતી કે એવી સામુદાયિક કામની મિલકતો ધાર્મિકમાં ઉચિત રીતે ખર્ચી શકાય. પરંતુ ધાર્મિક મિલકતો દુન્યવી ધમદામાં લઈ જ કેમ શકાય ? તેવી જ કોઈ ગામે કે શહેરમાંનાં-ધાર્મિક ખાતાંઓની વધારાની રકમ હોય, તો તે ધર્મનાં બીજાં સ્થળોમાં જ્યાં જરૂર હોય, ત્યાં તે જાતના ખપતા અને ઘટતા યોગ્ય ખાતામાં વાપરી શકાય. તેમ કરવા ઉપર કાયદાથી પ્રતિબંધ આવે, અને ધર્માદામાં વાપરવાનો માર્ગ ખુલ્લો કરાય, તે શી રીતે ન્યાયસર કે યોગ્ય ગણાય ? ધાર્મિકમાં સુપાત્રો હોય છે. સુપાત્રોની એટલે કે ધાર્મિક મિલકતો ધર્માદા વગેરેમાં ક્યાંય ન જ લઈ શકાય. ઉચ્ચ ક્ષેત્રનું નીચેનાં ક્ષેત્રોમાં લઈ જવા માટેનો કોઈને ય અધિકાર નથી. તેમ છતાં ઉપરના ખાતાની મિલકતો નીચેના ખાતામાં અને તે પણ દુન્યવી-ધર્માદા ગણાયેલા ખાતામાં લઈ જવાનો માર્ગ ગોઠવી રાખવો, એ શી. રીતે યોગ્ય ગણાય? અલબત્ત, દયાના કામમાં વિપરીત વ્યવસ્થા છે. તેમાં ઉપરના દયાપાત્રને અપાયેલા દાનની વસ્તુ નીચેના દયાપાત્રને અપાય, અને ઉપરના દયાપાત્રની પણ તેમાં પરંપરાએ સંમતિ હોય છે. દા. ત. દયાપાત્ર માનવ માટેની અનુકંપાદાનના રોટલામાંથી કૂતરાને કે બીજા પ્રાણીને આપવામાં આવે, તો તે અનુચિત કે દોષપાત્ર નથી. પરંતુ, કૂતરાના રોટલામાંથી માનવીને આપવામાં આવે, તો તે આપનાર અને લેનાર બન્નેયનું આપેક્ષિક પતન-ન સમજાય તે રીતે થતું હોય છે. યાંત્રિક ઉદ્યોગોથી બહારથી સમૃદ્ધિ વધતી દેખાવા છતાં આંતરિક રીતે આર્થિક વિષમતાની સારી કેટલી બધી ઊંડે ઊતરતી જાય છે ? જેથી માનવેતરનું પણ માનવને વાપરવા વખત આવતો જાય. એટલે, કૂતરાં, માછલાં, કબૂતર, કીડી, પશુ વગેરે માટેનાં ફંડો મનુષ્યના ઉપયોગમાં લેવાં, એ સીધી રીતે જ માનવોને પતન તરફ ધકેલવા બરાબર છે. ભલે, ક્ષણિક ઉન્નતિ દેખાતી હોય. પરંતુ તે અનુબંધે ભયરૂપ બની રહેતું હોય છે. માનવ બીજાને આપે, તેને બદલે માનવ બીજાનું લે, એ પ્રજાની આર્થિક સ્થિતિની કેટલી બધી આંતરિક વિષમતા થઈ ગણાય ? એ પણ ખુલ્લું જ પતન દેખાય છે ને ? તેમાંયે શહેરી-નાગરિક-સગૃહસ્થ કક્ષાના માનવા માટે તો તેવા ધન વગેરેનો ઉપયોગ યોગ્ય જ કેમ હોઈ શકે ? કેમ યોગ્ય ગણી શકાય? હા એવા પણ માનવ હોય, કે જે તેવા ધનથી પણ પોતાનું પોષણ કરવામાં દોષ ન માનતા હોય, તેવા પામર જીવોની દયા ખાવી, કેમ કે તેમાં તેમનું પણ અજ્ઞાનતા વગેરેથી માનસિક પતન થયેલું હોય છે. તેથી તેના દાખલા ન લેવાય. તેના અભિપ્રાયને સ્થાન ન અપાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326