Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 310
________________ ૧૪૫ નીચેનાં ક્ષેત્રોમાં તો વાપરી શકાતા નથી. નીચેના ક્ષેત્રોના ભાગ ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય છે. તો ‘સીદાતાં ક્ષેત્રમાં વાપરવાથી વિશેષ લાભ છે.” એમ જે કહ્યું છે, તે સંગત શી રીતે કરવું ? સીદાતું ક્ષેત્ર એટલે-જે ક્ષેત્ર માટે ધન ન હોય, પરંતુ તેમાં ખર્ચ કરવાની ખાસ જરૂર હોય, તો સાધારણના સાતેય ભાગનું દ્રવ્ય કોઈ પણ એક સીદાતા ક્ષેત્રમાં ? કે જેમાં ખાસ જરૂર હોય તેમાં, તેના ભાગનું જ વાપરી શકાય ? આ ખાસ પ્રશ્ન થાય છે. તેથી દેવદ્રવ્યના ભાગમાં આવેલ દ્રવ્ય, જ્ઞાનાદિક બાકીના ઊતરતી કક્ષાના કોઈ પણ સીદાતા ક્ષેત્રમાં વાપરી શકાય ? આ પ્રશ્ન થાય છે. તેનું સામાન્ય સમજથી સમાધાન એમ સમજાય છે, કે “નીચે નીચેનાં ક્ષેત્રોનું ધન ઉપર ઉપરના ખપે તે સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય. એટલે કે દેવક્ષેત્રમાં જ્ઞાનાદિકના ધન, જ્ઞાનમાં સાધ્વાદિક ક્ષેત્રના ધન, એમ સાધુક્ષેત્રમાં પછીનાના પણ એમ દરેકમાં સમજાય. પરંતુ, આ સમાધાન બરાબર છે ? કે કેમ ? તે જ્ઞાની પૂજ્ય પુરુષોએ વિચારીને યોગ્ય રીતે સમજાવાય, તો ઘણી ગેરસમજ દૂર થાય, અને સાચી હોય તે સમજ પ્રાપ્ત થાય. ચાલુ રીત પ્રમાણે સાત ક્ષેત્રને નામે અપાય છે, તો તે સાતમાં ખેંચવામાં આવે છે, અને નીચે નીચેનું ઉપર લઈ જવાય, પરંતુ ઉપર ઉપરનું નીચે લઈ જવાતું નથી. પરંતુ જો સાધારણમાં અપાય છે, તો ગમે તે સીદાતા ક્ષેત્રમાં વા૫૨વાનું ચાલે છે. પરંતુ “સાત ક્ષેત્ર” કહેવાય કે “સાધારણ” કહેવાય, ખરી રીતે, બન્નેય એક જ છે. શબ્દભેદ સિવાય બીજું શું છે ? સાત ક્ષેત્ર શિવાય-સાધારણ-ક્ષેત્ર કેવી રીતે છે ? આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે આપવામાં ગૂંચવણ થાય તેમ છે. કેમ કે- સાતમાં સાધારણનો ઉલ્લેખ નથી, તો શું તે આઠમું દ્રવ્ય આવ્યું ? આ પ્રશ્ન મનમાં ઊઠશે. પરંતુ પાંચ દ્રવ્યમાંના-ચોથા સાધારણ દ્રવ્ય વાપરવાના ઉપર જણાવ્યાં તે સાત ક્ષેત્રો છે. તેનાથી કોઈ જુદું નથી. રૂપિયો કહો કે ચાર પાવલી કહો કે, સો પૈસા કહો. એક જ નાણું છે. આ બાબત શાસ્ત્રાનુકૂળ સ્પષ્ટ આદેશ થવો જોઈએ. સાંવત્સરિક પારણા, પ્રતિક્રમણ કરનારા, પોષાતી, ચોથું વ્રતધારી, ઉપધાન, તથા બીજા અનેક ધાર્મિક બાબતોના પોષણ માટે ધન ખર્ચાય, તે શ્રાવકપણા-શ્રાવિકાપણાના ગુણના પોષણમાં ખર્ચાય, તેથી ગુણ વગરની બાબતમાં ન ખર્ચાય. એ મર્યાદા પણ તરી આવે છે. કર્મસાર-પુણ્યસારની કથામાં-પોતે જ આપેલા સાધારણ દ્રવ્ય, પોતે શ્રાવક છતાં પોતાના અંગત કામમાં વા૫૨વાથી દોષ બતાવેલ છે. (ગા. સડસઠમી) આ ઉપરથી - શ્રી સંવેગરંગશાળામાં જણાવ્યા પ્રમાણે એમ સમજાય છે, કે “જીર્ણોદ્વારાદિકમાં પણ-જ્યાં સુધી તે ગામના ઋદ્ધિમંત શ્રાવકો તરફથી, કે આજુબાજુના કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326