________________
ગાથા-૧૯-૨૦
૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર
૬૫
તે કામ જાતે ન કરે,
અથવા કોઈથી ભરમાવેલ હોય, (અને તેથી ન કરે) તો તેનું આકર્ષણ કરવા, (તેનું લક્ષ્ય ખેંચવા) માટે
જળાશયને કાંઠે (મુનિએ) આતાપના લેવાનું શરૂ કરવું જોઈએ.
તે જળાશયનો કિનારો રાજાની નજરે ચડે તે રીતે રહેલો હોવો જોઈએ, અથવા મોટા દેશાવરી, કે ધોરી રસ્તા ઉપર હોવો જોઈએ.
ત્યાં આતાપના કરતી વખતે સહાયક મુનિ સાથે રાખીને (એકલા નહી), ધીરજ અને સંયમ એમ બન્ને પ્રકારની દઢતા ધરાવનારે કરવી જોઈએ.
પશુઓ વગેરેને પાણી પીવા વગેરે માટે જળાશયમાં પ્રવેશવાનો જે ઘાટ હોય, તથા ન્હાવા વગેરે માટે જળાશયનો ઉપયોગ કરવાનું ભોગસ્થાન હોય,
તે છોડીને, ખાસ કામને ઉદ્દેશીને આતાપના કરવી.
મહાતપયુક્ત તે મુનિને જોઈ, રાજાનું મન પીગળે (લક્ષ્ય ખેંચાય), ત્યારે આકર્ષિત થઈને તે પૂછે કે
“શા માટે આતાપના કરો છો ? હું તમારું કામ કરી આપીશ. શું કોઈ ભોગની સામગ્રીની જરૂર છે? તમને જે જરૂરી હોય, તે વર માંગો.”
ત્યારે મુનિ કહે
“મારે કોઈ વર માંગવો નથી. પરંતુ શ્રી સંઘનું (અમુક) આ જે હોય તે) કામ કરો.” - ત્યાર પછી, રાજા તે કામ કરી આપવાનું કબૂલ કરે, અને તે પ્રમાણે કરી આપે.”
ખાસ મહત્ત્વના કારણે તો
જેમ ભાર ઉપાડનાર મજૂર થાક ખાઈ ભાર ઉપાડવા માટે તાજો માજો થાય તેમ થોડી વાર ચારિત્રના પાલનમાં નિષ્ઠ મુનિમહારાજ પણ જૈન શાસનનું કામ આવી પડે, ને જો જરૂર જણાય તો, ચારિત્રને (તે પ્રસંગ પૂરતું જ) ગૌણ કિરીને પણ
શ્રત વ્યવહારમાં જેનો નિષેધ કરેલો હોય, તેવું પણ કામ અરિહંતપ્રભુની આજ્ઞાને અનુસરીને કરે, તો તે, તેને માટે કર્મની મહાનિર્જરાના કારણરૂપ અવશ્ય થાય છે.
તેનાં દૃષ્ટાંતો
• ૧ી
5. (શહેરનો રસ્તો પુરનો રસ્તો નિગમપથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org