________________
૧૨ ૨
ગાથા-પ૯]
૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિત્તવિધિ “સાત-આઠ પગલાં પાછળ જાય છે.” એ વગેરેની પેઠે સમજવું.
(જેમ મહેમાનને વળાવવા માટે ગૃહસ્થ સાત-આઠ પગલાં પાછળ ચાલે છે, તેમ સાધુમાં કાંઈ દોષ થાય તો, સાત-આઠ પરંપરા સુધી કુ-શીલપણું થાય છે. તેમ દેવાદિ દ્રવ્યનો ઉપભોગ કરવાથી સાત પેઢી સુધી પાપ ભોગવવું પડે છે, એ ભાવાર્થ જણાય છે.)
આ ઉપરથી, ઉપલક્ષણથી વિશેષ સમજવાનું એ છે, કે “જ્યાં સુધી તેનો ઉપાય કરવામાં ઉપેક્ષા રાખવામાં આવે, ત્યાં સુધી દોષની શુદ્ધિ થતી નથી. કેમ કે દોષ મનમાં ખટકતો નથી, એટલે કે તેને વિષે મનમાં બેદરકારી હોય છે. એટલે સાવચેત થવાતું નથી. માટે કુટુંબાદિકની બુદ્ધિથી પણ તે બે દ્રવ્યોનો (પણ) સંસર્ગ સળગતા અંગારાના સંસર્ગની પેઠે વિવેકી પુરુષોએ છોડી દેવો જોઈએ.” એ ભાવાર્થ છે.
છે કેટલાંક કહે છે, કે “દેવદ્રવ્યાદિકનો જેણે નાશ કર્યો હોય, તેને જ દોષનો સંભવ છે. બીજાને દોષ લાગતો નથી.” “એમ કહેનારા ઉપર જણાવેલા પ્રમાણથી ખોટા ઠરે છે.” પ૯
૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પૂરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org