Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 294
________________ ગાથા-૬] ૭. દષ્ટાંતદ્વાર – મહાકાળઆદિ કથા ૧૩૩ તે પછી, તે બન્નેય શેઠિયા સારા શ્રાવક તરીકે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની સારી રીતે રક્ષા તથા તેના ચડાવા વગેરે કરવા સાથે શ્રાવક ધર્મની આરાધના કરી, દીક્ષા લઈ, મોક્ષમાં ગયા.” - મહાકાળ વગેરેની કથા : જે હવે, દેવદ્રવ્ય અને ગુદ્રવ્યના વિનાશ વિષે મહાકાળનું દૃષ્ટાંત ગઈ ઉત્સર્પિણીના ચોથા આરામાં શ્રી સંપ્રતિ તીર્થકર ભગવાનને સમયે શ્રીપુર નગરમાં શાંતનુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલા નામે રાણી હતી. તેણે અનુક્રમે યોગ્ય વખતે નીલ, મહાનલ, કાળ અને મહાકાળ નામના ચાર પુત્રોને જન્મ આપ્યો. અનુક્રમે નીલ'ના જન્મ વખતે હાથીનું સૈન્ય રોગને લીધે મરણ પામ્યું, મહાનલના જન્મ વખતે ઘોડાનું સૈન્ય મરણ પામ્યું, કાળના જન્મ વખતે અગ્નિના ઉપદ્રવે કરીને તમામ ઋદ્ધિ નાશ પામી. મહાકાળના જન્મ વખતે કેટલોક કાળ ગયા પછી શત્રુઓએ મળીને રાજ્ય લઈ લીધું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા શાંતનુ રાજાએ સ્ત્રી અને પુત્રોની સાથે ભટકતાં ભટકતાં સૌરાષ્ટ્રમાં શત્રુંજયી નદીની પાસેના પર્વત ઉપર રહેવાનું રાખીને ઘણો કાળ પસાર કર્યો. એ વખતે, છોકરાઓ પણ શિકાર વગેરે વ્યસનોમાં લાગેલા રહેતા હતા. ને દુષ્ટ કોઢ વગેરે રોગોથી પીડાવા લાગ્યા, ત્યારે દુઃખથી ગભરાયી ગયેલા રાજા નૃપાપાત કરીને મરવા માટે પર્વત ઉપર ચડ્યા. 4. [શ્રી સંપ્રતિ જિનેશ્વર, પ્રવચનસારોદ્ધારના સાતમા દ્વારની ૧૨મી ગાથામાં કરેલા નિર્દેશને અનુસાર, આ ભરત ક્ષેત્રની ગઈ ૨૪ શીના ૨૪મા તીર્થંકર દેવ હતા.] 15. [શ્રી સિદ્ધાચળ મહાતીર્થ” એમ અહીં પ્રકરણ સંગતિથી અનુમાન કરવામાં આવે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326