________________
ગાથા-૬૭]
૭. દૃષ્ટાંતદ્વાર
કર્મસાર-પુણ્યસાર કથા
૧૩૦
આઠમે વરસે વિદ્વાન ઉપાધ્યાય પાસે ભણવા રહ્યા. પુણ્યસાર સર્વ વિદ્યા સુખ પૂર્વક ભણ્યો. ઘણી મહેનત કરવા છતાં પણ કર્મસારને એક અક્ષરેય આવડ્યો નહીં. તો પછી વાંચવા-લખવા વગેરેમાં તો પૂછવું જ શું ? તેથી, અધ્યાપકે પણ પશુ જેવા તેને ભણાવવાનું છોડી દીધું. બન્નેય યૌવન પામ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી મોટા શેઠિયાઓની કન્યાઓ બન્નેયને સરળતાથી મળી ગઈ, અને ઉત્સવપૂર્વક પરણ્યા.
“બન્નેય પરસ્પર લડી ન પડે.” એમ વિચારીને બન્નેયને બાર-બાર કરોડ સોનૈયા આપી જુદા કર્યા.
હવે, કર્મસાર પોતાના કુટુંબીઓએ રોકવા છતાં કુ-બુદ્ધિથી એવી રીતે વેપાર કરે છે, કે જેથી વેપારમાં ધનની હાનિ જ થાય. એમ કરતાં કરતાં થોડા દિવસોમાં જ પિતાએ આપેલી બાર કરોડ સોનામહોરો ગુમાવી દીધી.
પુણ્યસારના બાર કરોડ સોનૈયા ચોરો ખાતર પાડીને લઈ ગયા. તેથી તે બન્નેય રિદ્રી થઈ ગયા. કુટુંબ વગેરેએ તેઓને છોડી દીધા અને બન્નેયની પત્નીઓ પિય૨ જઈને રહી.
ત્યાર પછી, “બુદ્ધિ વગરના અને ભાગ્યહીન છે” એમ કહી લોકો અપમાન કરતા હતા. તેથી શરમાઈને બીજા દેશમાં જઈ, જુદા જુદા શ્રીમંતોને ઘેર રહ્યા.
ત્યાં પણ, બીજો કોઈ ઉપાય ન હોવાથી નોકર તરીકે જેના ઘરમાં રહ્યો, તે શેઠ પણ કૃપણ હોવાથી, ઠરાવેલું મહેનતાણું પણ તેને આપતો નથી અને વારંવાર છેતરે છે.
આથી, ઘણા દિવસે પણ પહેલો ભાઈ કાંઈ મેળવી શક્યો નહીં.
બીજા ભાઈએ કાંઈક મેળવ્યું, અને પ્રયત્નથી સાચવ્યું, પણ ધુતારો ધૂતી
ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org