________________
ગાથા-૭] ૭. દેદાંતદ્વાર – કર્મસાર-પુણ્યસાર કથા
૧૩૧ એ પ્રમાણે, જુદાં જુદાં સ્થાનોમાં નોકરીથી, ધાતુવાદ, ખાણ ખોદવી, રસાયણ સાધવું, રોહણાચળ પર્વત ઉપર જવું, મંત્રસાધના કરવી, અને રૂદંતીવેલી લેવી. વગેરે વગેરેથી અગિયાર વખત મહા પ્રયત્ન કરવા છતાં પણ કુબુદ્ધિને લીધે-ન્યાયથી વિરુદ્ધ રીતે બધું કરવાથી-પહેલો ભાઈ ક્યાંયથી ધન મેળવી શક્યો નહી. પરંતુ તેને દરેક ઠેકાણેથી દુખો જ સહન કરવાં પડ્યાં.
બીજા ભાઈએ કાંઈક મેળવ્યું ખરું, પરંતુ ગફલત વગેરેથી અગિયાર વખત ગુમાવી દીધું.
તે બન્નેય ભાઈઓ કંટાળી વહાણ મારફત રત્નદ્વીપે ગયા. પરચો આપનારી રત્નદ્વીપની દેવીની આગળ મરણ સુધી બેસવાનો નિર્ણય કરીને બેઠા.
ત્યાર પછી, આઠમે ઉપવાસે “તમારું બન્નેયનું ભાગ્ય નથી.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગયાં.
તેથી, કર્મસાર ઊઠી ગયો. પરંતુ પુયસારે એકવીસ ઉપવાસ કરીને, તે દેવી પાસેથી ચિન્તામણિ રત્ન મેળવ્યું. '
કર્મસાર પસ્તાવો કરવા લાગ્યો. ત્યારે પુયસારે કહ્યું કે, “હે ! ભાઈ ! ખેદ કર મા. આ ચિંતામણિ રત્નથી તારું પણ ધાર્યું સફળ થશે.” તેથી બન્નેય ખુશી થયા.
અનુક્રમે વહાણમાં બેસીને જતા હતા, તેવામાં, રાતે પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો હતો. ત્યારે મોટાભાઈએ કહ્યું
“ભાઈ ! ચિંતામણિ રત્ન બહાર કાઢ. જેથી આપણે જોઈએ, કે “તેનું કે ચંદ્રનું? કોનું તેજ અધિક છે ?”
ત્યારે, દુર્ભાગ્યથી દોરવાયેલા નાના ભાઈએ પણ રત્ન હાથમાં રાખીને ક્ષણવાર રત્ન તરફ, અને ક્ષણ વાર ચંદ્ર તરફ, નજર રાખવા જતાં મનોરથની સાથે જ તે રત્ન સમુદ્રમાં પડી ગયું.
ત્યારથી, સરખા દુઃખી બન્નેએ પોતાના શહેરમાં આવીને, જ્ઞાની ગુરુ મહારાજને પોતાના પૂર્વભવો વિષે પૂછ્યું.
Jaing (4 cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org