Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ ગાથા-૬૪] ૭. દષ્ટાંતદ્વાર – સંકાશની કથા ૧૨૬ એ પ્રકારેજાવજીવના અભિગ્રહ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. ૬૪ સંકાશ શ્રાવક વગેરેની પેઠે ઘર્મને માટે, અદ્ધિ મેળવવી =ધન મેળવવાનું સામે જઈને તે કામ કરવાનો સ્વીકાર કરીને (પણ) કરે, હિ જ. શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત, તેમાં મગ્ન શુદ્ધ આલંબનના કારણથી- ગુણનિધિ-ગુણના ભંડાર તરીકે ઈચ્છાય છે. ૫૭ સંકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કર્યું હતું. અને તેથી લાભાંતરાય વગેરે ક્લિષ્ટ કર્મો બાંધી ઘણો કાળ ભયંકર સંસારરૂપી જંગલમાં રખડતાં રખડતાં અનંત કાળે મનુષ્યપણું પામ્યો હતો. છતાં પણ, દુઃખી લોકોના અગ્રેસર જેવો એ હતો, એટલે કે મહાદુઃખી હતો. તીર્થંકર પ્રભુ પાસે જઈને તેમની પાસેથી પોતાના પૂર્વભવનો બધો વૃત્તાંત સાંભળ્યા પછી, શ્રી તીર્થકર ભગવાનના ઉપદેશથી દુર્ગતિના કારણભૂત કર્મો ખપાવવા માટે“હું જે દ્રવ્ય ઉપાર્જન કરીશ, તેમાંથી આહાર અને વસ્ત્ર સિવાય બધુંયે જિનમંદિર વગેરેમાં વાપરીશ.” એ પ્રમાણે-અભિગ્રહ ધારણ કર્યો અને તે પ્રમાણે વર્તન કર્યું. અને કાળે કરીને મોક્ષ પામ્યા. “આ રીતે આમ કરવું, એ સંકાશ શ્રાવકને જ માટે ભલે યોગ્ય હોય, કેમ કે તેનું કર્મ તે જ રીતે ક્ષય પામવાનું હતું, પરંતુ બીજા કોઈને માટે એમ કરવું યોગ્ય નથી. માટે સંકાશાદિમાં જે આદિ શબ્દ વાપર્યો છે, તે નકામો છે. જો તમે તે શબ્દને નકામો નહીં ગણો, તો“જુલાઇsળવા-ના ”- “લાભ મળે તે રીતે શુદ્ધ આગમપૂર્વક” એ વગેરે શાસ્ત્રોનાં કથન ઘટશે નહિ." એવી કોઈ શંકા કરે તો ?- “તે શંકા યોગ્ય નથી. સમજદાર અને અણસમજદારના જુદી જુદી જાતના આશયભેદે કરીને આદિ શબ્દથી બીજા આત્માને પણ લેવા ઉચિત છે. જો તેમ કરવામાં ન આવે, તો – “જુ સુવાવ-નારી” “દુર્ગતા નારી સાંભળે છે.” (અથવા સોચે છે.) ઇત્યાદિ વાક્યોને સાચાં ઠરાવવામાં અડચણ ઊભી થશે. તે દુર્ગતા નારીએ બરાબર લાભ સમજીને, અથવા ન્યાયથી મેળવેલા ધનથી તે પુષ્પો લીધાં ન હતાં. (છતાં, તેને ઉચ્ચ ગતિનો લાભ મળ્યો છે.) તથા, દહેરાસર સંબંધી ગામડાં વગેરે આપવાનું શી રીતે ઘટી શકે ? અને શ્રી કલ્યભાષ્ય વગેરેમાં તે આપવાની વાતો જોવામાં આવે છે.“પ્રશ્રકાર પ્રશ્ન કરે છે કે- “ચૈત્યો માટે રૂ, સોનું વગેરે તથા ગામડા અને ગાયોના વાડા મેળવનારા મુનિને ત્રણ કરણની વિશુદ્ધિ કેવી રીતે રહી શકે ?” ઉત્તર - “અહીં બે વિકલ્પ છે-(૧) જે ઉપર જણાવેલી વસ્તુઓ પોતે માંગે, તો તેની શુદ્ધિ હોતી નથી. પરંતુ (૨) ચૈત્યની તે વસ્તુઓ કોઈ પણ લઈ જાય, તો ચારિત્રપાત્ર ને અચારિત્રપાત્ર એ સર્વનું કર્તવ્ય હોવાથી શ્રી સંઘે તે પાછું મેળવવા માટે સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જ જોઈએ.” તથા, “શુદ્ધ આગમ પ્રમાણે લાભને અનુસરીનેo” એ જે કહ્યું છે, તે “જાતે ફૂલ ન તોડવાં વગેરેની અપેક્ષાએ નથી. પરંતુ, “પૂજા કરવાને વખતે ફૂલ આપવાને માટે માળી આવેલ હોય, તે વખતે તેની પાસેથી ફૂલ લેવામાં શાસનની પ્રભાવના એટલે કે, મહત્તા જાળવવા માટે, તેની સાથે “વણિકકળાનો પ્રયોગ ન કરવો જોઈએ.” એ વાત બરાબર સમજાવવા માટે એ વાક્ય છે. માટે આદિ શબ્દનો પ્રયોગ બરાબર છે, એમ સમજવું.” પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના છપાએલ પ્રતિમાનશતક પૃષ્ઠ ૧૫૭, ૧૫૮]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326