________________
ગાથા-૫૯]
૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિત્તવિધિ
૧૨૧
“ગુરુ અને દેવના ધનનો ચોર આ ભવમાં ઉત્તમ ધ્યાન, અને પાત્રમાં દાનમાં તત્પર રહીને જિનેશ્વર ભગવાનની પૂજા કરતો રહે, તો તે પોતાના પાપને નકામાં કરી નાંખી શકે છે.”
ઉત્તમ ધ્યાનના બળથી નિકાચિત કરેલું મહા-પાપ પણ ઢીલું થઈ જાય છે, એવી પણ સ્થિતિ છે.
છે તથા, આજ્ઞાભંગ, અતિક્રમ, વ્યતિક્રમ વગેરેમાં પ્રાયશ્ચિત્તના વિધિનો વિશેષ વિસ્તાર શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાંથી પાણી લેવો.
૪ સાધુએ પણ, તે ખાનારા ગૃહસ્થ આપેલા. દેવ-દ્રવ્યના ઉપભોગ દ્વારા ઉત્પન્ન થયેલા દોષનો સંભવ હોવાથી, તે જ પ્રમાણે જીત વ્યવહારને અનુસાર પ્રાયશ્ચિત્ત વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ.
જો તેમ કરવામાં ન આવે તો, ઉપર જણાવ્યા પ્રમાણે કુળની પરંપરામાં દોષની મલિનતા ફેલાય છે.
શ્રી શત્રુંજયમાહાભ્યમાં કહ્યું છે કે
દેવદ્રવ્ય, ગુરુ-દ્રવ્ય સાત પેઢી સુધી બાળે છે. માટે, બુદ્ધિમાન પુરુષોએ સળગતા કોલસાની માફક તેને સ્પર્શ પણ કરવો યોગ્ય નથી.” ૯૮.
દવાદિ દ્રવ્ય અવિધિથી વાપર્યું હોય તો, સાત પેઢી સુધી બાળે છે.) એટલે કે નિર્ધનપણા વગેરેએ કરીને (વાપરનારને) નિઃસાર કરી મૂકે છે. (નકામો – કિંમત વગરનો કરી મૂકે છે.)
“સાત-આઠ ગુરુપરંપરા સુધી કુ-શીલ રહે છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org