________________
ગાથા-૨૯-૩૦]
૫. દોષદ્વાર – અન્યશાસ્ત્રોનાં પ્રમાણ
વૃદ્ધિસમૃદ્ધિ કુળના નાશ માટે કુળના ઉચ્છેદ માટે થાય છે.
૧ - આ લોકનું તુચ્છ ફળ બતાવ્યું. અને તે દેવદ્રવ્યાદિકનો ખાનારો મહાપાપને લીધે મેલા મનવાળો હોવાથી, મરીને નરક=દુર્ગતિની પરંપરા પામે છે.
૨ - આ રીતે પરલોકમાં મળતું ફળ બતાવ્યું. - ૧ છે એ જ પુરાણમાં પણ મોટા દોષો બતાવ્યા છે.
પ્રાણો કંઠમાં આવે તો પણ-એટલે કે મરણ આવી પડે તો પણ, દેવ-દ્રવ્ય લેવામાં બુદ્ધિ ન રાખવી. કેમ કે અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો નવપલ્લવિત થાય છે, પરંતુ દેવ-દ્રવ્યના ભક્ષણથી બળી ગયેલો નવપલ્લવિત થતો નથી.'૨.
[શ્રા.દિ.કૃ.ગા.-૧૩૪] પ્રભાસ્વ-દેવદ્રવ્ય અથવા “લોકમાં પ્રસિદ્ધ જનસમુદાયે એકઠું કરેલું સાધારણ દ્રવ્ય, કે જેને જાતીય દ્રવ્ય પણ કહેવામાં આવે છે.”
અગ્નિ-દધુ=અગ્નિથી બળી ગયેલાં વૃક્ષો પાણી સીંચવા વગેરેથી ઊગે છે=નવપલ્લવિત થાય છે.
પરંતુ પ્રભાસ્વ એટલે દેવ-દ્રવ્ય વગેરેનો વિનાશ કરવાના ઉગ્ર પાપરૂપી અગ્નિથી બળેલો મનુષ્ય મૂળથી બળી ગયેલા ઝાડની પેઠે નવપલ્લવિત થતો
નથી. 13
ભાવાર્થ એ છે, કે “પ્રાયઃ હમેશાં દુઃખી રહેવાથી ફરીથી નવપલ્લવિત થતો નથી. ૨
છે હવે, ઉપર કહેલા અને નહિ કહેલાં ખાસ મોટાં પાપો બતાવે છે
પ્રભા-દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રીનું ધન, ગુરુ-પત્ની, અને દેવ-દ્રવ્ય, સ્વર્ગમાં હોય તેને પણ નીચે પાડે છે, એટલે કે દુર્ગતિમાં લઈ જાય છે. ૩.”
(શ્રા.દિ.કૃ.ગા.-૧૩પ.
12. અહિં શ્રી રામચંદ્રજીને વખતે બનેલું કુતરીનું દૃષ્ટાંત સમજવું. 13. આ સ્થળે, શ્રી રામચંદ્રજીના વખતમાં ગાડા નીચે ચંપાઈ ગયેલા શુનિક બ્રાહ્મણનું
દષ્ટાંત ઘટાવી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org