________________
ગાથા-૪૩] ૫. દોષાર – દેવદ્રવ્ય ભક્ષકને ત્યાં ન જમાય
[ આથી કરીને, આ વ્યવહાર માર્ગાનુસારી તરીકે નક્કી થયેલો હોવાથી, સર્વ ઠેકાણે-સઘળીયે બાબતોમાં રાખવો જોઈએ.
છે એમ (માગનુસારીપણાએ કરીને પણ સિદ્ધ) હોવાથી સંવત્ ૧૭૪૩ના વર્ષે વૈશાખ સુદ ૩ના દિવસે કોઈએ એમ કહ્યું કે
“પહેલાં દેવદ્રવ્ય વાપર્યું છે, પછી તેને ઘેરથી સંઘ વગેરે આહાર ગ્રહણ કરે, તો તેનો દોષ લાગે નહીં. કેમ કે
દેવદ્રવ્ય વાપરવામાં ઘણા વખતનું આતરું પડી ગયેલું હોય છે. બીજું
વર્તમાન કાળમાં દેવદ્રવ્યથી ઉત્પન્ન થયેલો આહાર હોય, તે સંઘને ન કહ્યું, તેથી દેવદ્રવ્યના વાપરનારને સંઘે મળી સંઘ બહાર ન કર્યો હોય, ત્યાં સુધી ચતુવિધ સંઘને આહારાદિકનો પરિચય (ઉપયોગ) કરવામાં દોષ નથી.”
પોતાને પંડિત માનનાર પંચાંગી અને પરંપરાથી વિરુદ્ધ આ પ્રમાણે બોલનારની વાત ટકી શકતી નથી. (ખોટી ઠરે છે.).
છે આ પ્રકારે હોવાથી,
પોતાની પૂજા વગેરે મેળવવા માટે, અને પાસત્થા વગેરેને રાજી રાખવા માટે, જે ઉત્સુત્ર બોલે છે, તેવા દુર્લભ બોધિનું દર્શન પણ સામે જઈને કરવું સજ્જન પુરુષોને યોગ્ય નથી. કેમ કે તે પણ સંસારનું કારણભૂત બની જાય છે.
શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ મૂળશુદ્ધિપ્રકરણમાં કહે છે કે
“પોતાના પરિવારના સત્કાર વગેરે માટે, અને પાસસ્થાઓને રાજી રાખવા માટે, જે શુદ્ધ ધર્મ કહેતો નથી, તેને દુર્લભ બોધિ જાણી લેવો.”
આવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે કે
જેઓ જિનેશ્વર ભગવાનના વચનથી અસંગત વચન બોલે છે, અને જેઓ તે માને છે, તેનું દર્શન કરવું, તે પણ, સમ્યગુષ્ટિ જીવોને સંસારની વૃદ્ધિનું કારણ થાય છે”
10, 11. ટીપ્પણીનો અર્થ ઉપર આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org