________________
ગાથા-૫૬ ]
૬. પ્રાયશ્ચિતદ્વાર -- ગુરુસાક્ષીએ આલોચના
• અહિ કોઈ એમ કહે કે
“પોતાના ભાવથી આલોચના કરવાથી જ વિશુદ્ધિનો સંભવ હોય છે. તેથી ગુરુ વગેરેની સાક્ષીમાં તે આલોચના દેવી નકામી છે.” એમ ન કહેવું. તેઓની સાક્ષીપૂર્વક ધર્મની પ્રતિપત્તિ એટલે સેવા કરવામાં-આચરણ કરવામાં બહુ જ મોટા ગુણોનો લાભ થાય છે.
શ્રી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે કે–
3..
“(શુભ) પરિણામ હોવા છતાં, પણ ગુરુ પાસે જઈને આલોચના આપવામાં નીચે પ્રમાણેના આ ગુણો થાય છે
દેઢતા, આજ્ઞાનું પાલન, અને કર્મના ક્ષયોપક્ષનમાં વધારો થાય છે.”
ગુરુની સાક્ષીમાં જ આલોચનાના પરિણામમાં દૃઢતા થાય છે, કેમ કે શંકા દૂર થવાથી વિશિષ્ટ નિર્ણય કરવાનો ઉલ્લાસ જાગે છે.
કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે- ‘‘ગુરુ - સવિશ્વનો ધમ્મો ’’
“ધર્મ, ગુરુદ્ર મહારાજની સાક્ષીમાં કરવાનો હોય છે.”
જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે.
ઉત્સાહ વધારે એવા ગુરુ મહારાજના ઉપદેશથી શુભાશય થવાથી ક્ષયોપશમમાં વધારો થાય છે.
અને તેથી આજ્ઞાનું પણ અધિક પાલન થાય છે.”
એ વગેરે ફાયદા મળે છે.
૧૧૬
↑ એ પ્રકારે-બીજા નિયમો પણ ઘણે ભાગે (જેમ બને તેમ) ગુરુ મહારાજની સાક્ષીએ જ સ્વીકારવા જોઇએ.
5
શ્રી શત્રુંજયમાહાત્મ્યના બીજા સર્ગમાં કહ્યું છે કે
“ગુરુની સાક્ષીમાં બધી ક્રિયાઓ કરાય છે. તે સિવાય ન કરી શકાય. કેમ કે, જો સૂર્ય ન હોય તો, દેખતો માણસ પણ આંખો છતાં (અંધારામાં) પદાર્થ જોઈ શકતો નથી.”
3. ટિપ્પણીનો અર્થ મૂળમાં કહેલ અર્થ મુજબ જાણવો.
4. ગુરુની સાક્ષિએ કરાય, તેજ ધર્મ.
5.
Jain Education International
તેમાં ઉત્સાહ વધતો હોવાથી, એ પ્રકારે સૂક્ષ્મ અવિધિ દોષનું નિવારણ કરવામાં આવતું હોવાથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org