________________
ગાથા-૪૭-૪૮]
૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચના યોગ્ય આત્મા
૧૦૨
| ૪. કલ્પમાં રહેલો એટલે કે સ્થવિર વગેરે કલ્પમાં રહેલો. અથવા શ્રાદ્ધ એટલે શ્રાવકની સામાચારીમાં વ્યવસ્થિત રીતે રહેતો હોય. જે એવો ન હોય. તેને અતિચારોથી મનમાં દુઃખની લાગણી ન હોય. (એટલે કે અતિચારોનો ગભરાટ
પ. અનાશંસી =એટલે કે લાલચ વગરનો. આચાર્ય વગેરેની આરાધનાથી કોઈ પણ જાતની (દુન્યવી) લાલચ ધરાવનાર ન હોય.
લાલચ રાખનાર માટે સર્વ અતિચારોની આલોચના અસંભવિત હોય છે. લાલચ પણ અતિચાર રૂપ જ છે.
છે . સમજાવવા યોગ્ય=એટલે કે હઠાગ્રહ વગરનો હોય, ગુરુને આધીન રહેતો હોવાથી તે સહેલાઈથી સમજાવી શકાય તેવો હોય છે.
તે સિવાયનો એટલે કે હઠાગ્રહી પોતાના આગ્રહમાં દઢ રહી, અકાર્ય કરવાથી અટકતો નથી.
૭. શ્રાદ્ધ=એટલે કે શ્રદ્ધાળુ. એવો જ આત્મા ગુરુએ કહેલી શુદ્ધિ ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે.
? ૮આજ્ઞાને આધીન =એટલે કે હિતસ્વી પુરુષોના ઉપદેશ પ્રમાણે ચાલનાર.
એવો જ આત્મા ઘણે ભાગે પાપ કરતો નથી.
૯. દુષ્કૃત-તાપી એટલે કે “અતિચાર સેવવા રૂપ દુષ્કૃત્યથી, તપે એટલે કે પશ્ચાત્તાપ કરે.” તે દુષ્કૃત-તાપી. એવો જ આત્મા બરાબર રીતે અતિચારોની આલોચના કરી શકે છે.
૧૦. તેની વિધિમાં સમુત્સુક=એટલે કેવિધિપૂર્વક આલોચના કરવામાં બરાબર સાવધાન હોય.
એવો જ આત્મા આલોચનાની અવિધિનો સાવધાનીપૂર્વક ત્યાગ રાખી શકે છે.
રે ૧૧. અભિગ્રહનું પાલન કરવા વગેરે નિશાનીઓથી યુક્ત. 3. જાત કલ્પ, સમાપ્ત કલ્પ વગેરેમાં વ્યવસ્થિત રીતે વર્તન કરનાર. પિચાશક વૃત્તિ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org