________________
ગાથા-૫૦]
૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ
૧૧૦
તે હાલમાં તો, છતવ્યવહારને આધારે બીજા દર્શનના જ્યોતિષુ શાસ્ત્ર જેમ ભણાય છે, તેમ જ
સ ર્વ પ્રકરણ, દર્શન શુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોને આધારે, કાંઈક અંશમાં અવિધિ ચૈત્ય હોય, તે પણ (દર્શન કરવાના) ઉત્સર્ગ નિયમવાળા દ્વારા “વંદન કરવા યોગ્ય છે.” વગેરે રીતે અશઠ ગીતાર્થ પુરુષોએ સ્વીકારેલ છે.
જીતકલ્પ પણ, પર્યુષણાની ચોથ વગેરેની પેઠે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો વિચ્છેદ ન થાય માટે, મૃત વ્યવહારની અપેક્ષાએ ઓછોવત્તો હોવા છતાં પણ, ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ તો છે જ.
(જીત વ્યવહાર પણ શાસ્ત્રનો આધાર લઈને આદું-પા કરીને એટલે કે ઓછાવત્તા ફેરફાર સાથે ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ હોય છે. જેમ પર્યુષણા મહાપર્વની ચોથ વગેરે. એમ કરવાનો હેતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તૂટવાનો ભય રોકવા માટે હોય છે. એટલે જીત વ્યવહાર પણ આજ્ઞાના પાલનનું સાધન છે, અને તેમાં શાસ્ત્રનો અને તેના આશયનો આધાર લેવાતો હોય છે, અને તેની મર્યાદા ગીતાર્થ પુરુષો નક્કી કરી શકે છે.)
આ વિષયમાં ક્ષત્રિશwલ્પમાંથી વિશેષ સમજી લેવું. અહીં તો આ દિશા માત્ર જણાવેલ છે.
જે અહીં વિશેષ એ સમજવાનું છે, કે પાસત્થા વગેરે પણ ગીતાર્થની પાસે જ આલોચના કરવી. પરંતુ ગીતાર્થ ન હોય તેવા વેરાગી-સંવિગ્ન-મુનિ આગળ પણ આલોચના ન કરવી. કહેવામાં આવ્યું છે કે- [
અ-ગીતાર્થ ચારિત્રની શુદ્ધિને સમજતા નથી. તેથી ઓછું-વતું (પ્રાયશ્ચિત્ત) આપી દે, તેથી તે પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે.”
12. જીત કલ્પ કરીને
[‘દ્રવ્યાદિકનો વિચાર કરીને તથા સંઘયણ વિગેરેની હાનિને ધ્યાનમાં લઈને, જીતની. અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આપવું. અથવા જે ગચ્છમાં જે પ્રકારે રૂઢ હોય, તે પ્રકારે
આપવું.” એમ પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે. ડેo અને મુo 13. અશઠ વગેરેએ આચરેલું હોય વગેરે ભાષ્યાદિકમાં કહ્યું છે. ડે. આo] 14. ઉષત્રિશતુ જલ્પ ગ્રંથ મેળવીને તેમાંથી જાણવું]. 15. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે જ સમજવો. % [‘સમ્યક્ત પ્રકરણ’ અને ‘દર્શન શુદ્ધિ પ્રકરણ' આ બન્નેય નામ એક જ ગ્રંથનાં છે,
આમ બનેય નામ જુદાં પ્રયોજવાનું કારણ બૃહદ્રવૃત્તિયુક્ત ગ્રંથ “સમ્યક્ત પ્રકરણ'ના નામે ઓળખાય છે. અને લઘુતૃત્તિયુક્ત ગ્રંથ ‘દર્શનશુદ્ધિ પ્રકરણ'ના નામે ઓળખાય છે, એ હોવું જોઈએ તેમ લાગે છે. સંપા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org