________________
ગાથા-૪૩]
૫. દોષદ્વાર – દેવદ્રવ્ય ભક્ષકને ત્યાં ન જમાય
↑ એ પ્રમાણે શાનદ્રવ્યની બાબતમાં પણ સમજી લેવું.
ૐ એ પ્રમાણે સુ-સાધુઓએ પણ તેવી નિશ્રાના આહાર વગેરે પણ ન
લેવા.
છૂટક' પાનામાં કહ્યું છે કે—
“દેવદ્રવ્યનો જે દેણદાર હોય, તેને ઘેર જે શ્રાવક જમે, તો તે પાપથી લેપાય છે, અને ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ પણ (પાપથી લેપાય છે.)”
6 અહીં રહસ્ય એ છે કે
ધર્મશાસ્ત્રને અનુસારે અને લોક-વ્યવહારને અનુસારે પણ “પરિવાર સહિત શ્રાવકને માથે જ્યાં સુધી દેવાદિકના દ્રવ્યનું દેણું ઊભું હોય છે, ત્યાં સુધી, શ્રાવક વગેરે સંબધી ધનાદિ સર્વ પરિગ્રહ દેવાદિ સંબંધી છે.” એમ સુવિહિત પુરુષો વ્યવહાર કરે છે. કેમ કે તે (દવાદિદ્રવ્ય)ની સાથે મિશ્રણ થયેલું હોવાથી (દેવાદિકનું દ્રવ્ય છે.) એમ ગણાય છે.
૯૬
આ વાત પૂજ્યપાદશ્રી ધનેશ્વરસૂરિજી મહારાજાશ્રીએ શ્રી શત્રુંજયમાહાત્મ્યના પાંચમા સર્ચમાં કહ્યું છે કે
“જેમ અત્રમાં ઝેર ભળે, દૂધમાં જેમ છાશ (ખટાશ-મેળવણ) ભળે, એ પ્રકારે પોતાના ધનની સાથે (ઉચ્ચ) ગુરુઓની સંપત્તિનો સંસર્ગ સમજવો.”
“વિષના સંસર્ગથી જેમ અનાજ વગેરે તેવું થઈ જાય છે, તે પ્રકારે અનાભોગ (અજાણપણું) વગેરે કારણોથી દેવાદિદ્રવ્ય સાથેના સંસર્ગથી પોતાનું ધન પણ તેના જેવું થઈ જાય છે.” એ ભાવાર્થ છે.
↑ આ કારણે, શ્રી આગમોમાં નિષેધ કરેલો હોવાથી સૂગવાળા (પાપથી ભય પામી દૂર રહેવા ઇચ્છનારા) એ પ્રાણાંતે પણ તેનો ઉપભોગ નહીં ક૨વો જોઈએ. પરંતુ શુદ્ધ એવા તેનો વિવેકાદિકે કરીને ભવિષ્યમાં કહેવાનો છે - તે વિધિએ કરીને વપરાશ કરવો જોઈએ.
8.
9.
7.
[ આ ગાથા-જુદા જુદા વિચારના છુટક પાનામાં પણ જોવામાં આવે છે, અને તે પૂર્વાચાર્યોએ રચેલી હોય તેમ લાગે છે. ]
આ ટિપ્પણીનો અર્થ ઉપર મૂળના અર્થ પ્રમાણે જ છે.
કાંજી=પીવાનું પ્રવાહી-ખાટું બનાવેલું પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org