________________
ગાથા-૨૯-૩૦].
૫. દોષકાર – અન્યશાસ્ત્રોનાં પ્રમાણ
૮૧
ત્યાર પછી ઘણો કાળ સુધી ત્રસ અને સ્થાવર યોનિઓમાં ભમ્યો.
ત્યાર પછી કુરૂક્ષેત્રનાં ગજપુર નગરમાં કપિલ બ્રાહ્મણને ઘેર તેની અનુદ્ધરા નામની પત્નીના ગર્ભમાં અવતર્યો.
તે વખતે બાકી રહી ગયેલા પાપના પ્રભાવથી પિતા મરી ગયા, અને જન્મ સમયે માતા પણ મરી ગઈ, અને લોકોએ “ગૌતમ”19 એવું તેનું નામ
રાખ્યું.
તે પછી, માશીએ બહુ જ મુશ્કેલીથી મોટો કર્યો. જુવાનીમાં આવતાં આવતાં તો આહાર માટે ઘેર ઘેર રખડતાં ભોજન પણ ન મળવાથી શરીરે ઘણો જ દૂબળો થઈ ગયો.
એક વખત સમુદ્રસેન નામના મુનિ મહાત્માને આહાર વગેરેથી સત્કાર અને સન્માન પામતા જોઈ, તેમની પાસે તેમની કૃપા મેળવીને, તેણે દીક્ષા લીધી. અનુક્રમે શાસ્ત્રના પારગામી થઈ, ભાવ સાધુ થયા, તેના ગુરુ મધ્ય રૈવેયક દેવલોકમાં અહમિદ્રદેવ થયા. અને તે પણ આચાર્યપદ પામીને મુનિઓ અને શ્રાવકોથી પૂજાતા ''મધ્ય ગૈવેયક દેવલોકમાં તપના બળથી દેવ થયા.
૧૮
ત્યાંથી ચ્યવીને અહીં યદુવંશમાં અંધકવૃષ્ણિ નામે તમે રાજા થયા છો. ૧૯ હવે આ જ ભવમાં સંયમ ગ્રહણ કરીને તમે મોક્ષ પામશો.”
એ પ્રમાણે દિગંબર-આચાર્ય કૃત હરિવંશ પુરાણમાં અને વસુદેવહિંડીના પ્રથમ ખંડ (મુ. પુ. પૃ. ૧૧૨)માં છે.
જ જૈનેતરો પણ એ પ્રમાણે દોષનો સંભવ કહે છે. પુરાણ વગેરેમાં
“દેવદ્રવ્યથી ધનમાં જે વધારો થાય છે, અને ગુરુદ્રવ્યથી જે વધારો મળે છે, તે ધન કુળના નાશ માટે થાય છે.” [શ્રાદ્ધ-દિન-કૃત્ય. ૧૩૩].
8. (ત્રસ અને સ્થાવર યોનિઓમાં અનેક ભવો થયા હોવા છતાં પણ, તે બધાનો સંગ્રહ
કરીને એક ભવ બતાવ્યો છે.) 9. “મગધ દેશમાં અને સુર ગામમાં એ પ્રમાણે વસુદેવહિંડીમાં છે. 10. લોકોએ “ગૌતમ” એવું નામ આપ્યું. એવા અર્થનો પાઠ સાચો લાગે છે. 11. “૧૫૯૦ (હજાર) વર્ષ સુધી મુનિપણું પાળીને મહાશુક્ર નામના દેવલોકમાં દેવ થયો”
એમ વસુદેવ હિંડીમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org