________________
ગાથા-૪૩]
૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા તેથી કરીને, આ આખું શહેર શોભારહિત, નિર્ધન, અભાગિયાપણું, ધંધારહિતપણું અને તોછડાપણું વગેરે દોષોથી દોષિત થઈ ગયેલું છે.
માટે, તમારા મનમાં જે અનુભવ થયો છે, તે સંશય વગેરે દોષો વિનાનો અને તદ્દન સાચો હોવાથી પ્રશંસાપાત્ર છે.”
એમ સાંભળીને હૃદયમાં અનુકંપા ધારણ કરી, શ્રી ચંદ્રકુમાર શહેરના ચૌટામાં આવ્યો, અને શહેરના વૃદ્ધ પુરુષોની આગળ બધા દોષોનું કારણ સમજાવ્યું.
“કહ્યું છે કે
“મહેલ, (મકાન) જૂનો દેખાય છે, ધન આપત્તિઓનું સ્થાન છે. જૂનું દેવું બધું ખરાબ છે. પરંતુ દેવનું દેવું તો અશુભમાં-અશુભ છે.”
શ્રી આગમમાં પણ કહ્યું છે કે
“દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રી ભોગવવાથી હે ગૌતમ ! સાતવાર સાતમી નરકમાં જવાય છે.”
# આમ હોવાથી, નિર્ધનપણું વગેરે દોષો વધારનારા દેવ-દ્રવ્યના દેવામાંથી છૂટી જવા માટે ઉત્સાહપૂર્વક પ્રયાસો કરવામાં (તમારે સૌએ) લાગી જવું જોઈએ.”
એ સાંભળીને, તે પાપથી ભય પામી, દેવ-દ્રવ્યના ધનથી પહેલાં મેળવેલું બધુંયે ધન વધારા સાથે ચૈત્યને આપી દીધું. બાકીનું ધન આપવાની ઇચ્છાથી જૂનું દેવું આપવાપૂર્વક સારા ધંધા કરવા લાગ્યા, અને અનુક્રમે આ લોકમાં અને પરલોકમાં સુખી થયાં.
અને કેટલાકે ગફલતમાં રહી એમ ન કર્યું, તેથી તેઓ બહુ દુઃખી થયા.
5. [ પાપ સ્થાનક અથવા કષ્ટ સ્થાનક ]. 6. ટિપણીનો અર્થ ઉપર મૂળ શ્લોકના અર્થ પ્રમાણે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org