________________
ગાથા-૨૫]
૪. ગુણદ્વાર – તાત્ત્વિક ઉત્તમફળ
૭૩
ત્યાં ગયા પછી, પોતે બંધાવેલાં અને બીજાએ બંધાવેલાં એમ સર્વ શ્રી જિનમંદિરોમાં અને જ્ઞાનાદિક ક્ષેત્રોમાં સર્વ શક્તિથી હમેશાં પૂજા, પ્રભાવના વગેરે, ક૨વા-કરાવવાથી, દેવ-દ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરાવવા દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું,
યોગ્ય અવસરે દીક્ષા લઈ, ગીતાર્થ થયા.
ત્યાંથી સવાર્થસિદ્ધ વિમાનમાં દેવપણું અનુભવીને, મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ ભોગવીને મોક્ષમાં ગયા.”
↑ એ પ્રકારે, દેવ-દ્રવ્યાદિકની રક્ષા કરનારને મળતું ફળ પણ કહેવું.
♦ આ રીતે, “આનુષંગિક? ફળ બતાવ્યું.” આ પરમાર્થ છે. ૨૩, ૨૪ ↑ હવે ઉપસંહાર કરતાં કરતાં ગ્રંથકાર શ્રી તાત્ત્વિક' ઉત્તમ ફળ બતાવે છેएवं णाऊण, जे दव्वं बुद्धिं णिति सु- सावया, ।
ખરા-મરળ-રોળ, અંત હિંતિ તે પુળો ારી [શ્રા.દિ.કૃ.ગા૦ ૧૪૫] “એમ સમજીને જે સુ-શ્રાવકો દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે ખરેખર વૃદ્ધાવસ્થા, મરણ અને રોગોનો અંત કરશે.” ૨૫
“Í૦” -કૃતિ । વ્યાધ્યા
↑ એ પ્રકારે જૈનશાસનનું પ્રભાવકપણું વગેરે જાણીને
જરા, મરણ અને રોગનો અંત એટલે કે, “દુઃખના સંપૂર્ણ નાશરૂપ મોક્ષ” એ અર્થ છે.
“એ પ્રકારે, જૈન શાસનનું પ્રભાવકપણું વગેરે ઉત્તમ ફળો જાણીને, જે સુશ્રાવકો દેવ-દ્રવ્યાદિકની વૃદ્ધિ કરે છે, તે જરા-મ૨ણ અને રોગોનો અંત એટલે કે સર્વ દુઃખોના સંપૂર્ણ વિનાશ રૂપ મોક્ષ પ્રાપ્ત કરશે.” ગાથાનો એ ભાવાર્થ છે. ૨૫
12. ગૌણ
1.
2.
૪. ગુણદ્વાર સમાપ્ત.
મુખ્ય
[ એ પ્રમાણે જાણીને જે સુશ્રાવકો દ્રવ્યની વૃદ્ધિને કરે છે, તે વળી, વૃદ્ધાવસ્થા, મ૨ણ અને રોગોનો અંત ક૨શે : મોક્ષને પામશે. એ મુજબ અર્થ છે. ૨૫. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org