________________
ગાથા-૨૩-૨૪] ૪. ગુણકાર – સાગરશ્રેષ્ઠિ દૃષ્ટાંત
૭૨ એક વખત મોટા જંગલમાં પરચો ધરાવતા લકથાના મંદિરમાં પહોંચ્યો, અને પોતાનાં દુઃખો ગાતા-ગાતાં તેની એકાગ્રપણે આરાધના કરી, જેથી એકવીશ ઉપવાસ થયા બાદ યક્ષ પ્રસન્ન થયો, અને બોલ્યો
“અરે ભદ્ર ! સાંજે મારી આગળ સોનાના'' ચાંદલાના પીંછાંથી શોભતો એક મોટો મોર નાચ કરે છે. અને રોજ તેનાં પીંછાં પડી જાય છે, તે તારે એકઠાં કરી લેવાં.”
તેણે ખુશ થઈને કેટલાંક પીંછાં એકઠાં કર્યા, એમ રોજ પીંછાં લેવાથી, નવસો પીંછાં મળ્યાં. સો પીંછાં બાકી રહ્યાં, ત્યારે, પાપના ઉદયથી તેણે વિચાર કર્યો, કે “આ પીંછાં લેવા માટે કેટલા દિવસ સુધી આ જંગલમાં રોકાઈ રહેવું ?
માટે સારું તો એ છે કે, એક જ મૂઠીના આંચકાથી બધાં લઈ લઉં.” એમ વિચાર કરી, તે દિવસે નાચતા મોરનાં પીંછાં મૂઠીના એક જ આંચકાથી ખેંચી લેવા જાય છે, તેવામાં, મોર કાગડો થઈને ઊડી ગયો ને પહેલાંના એકઠાં કરેલાં પીછાં પણ રહ્યાં નહીં.
ધિક્કાર છે મને કે મેં ખોટી ઉતાવળ કરી.” એમ પસ્તાવો કર્યો, અને આમ તેમ ફરતાં ફરતાં જ્ઞાની મૂનિ મહારાજશ્રીને જોયા. નમસ્કાર કરી, પોતાનાં કર્મોનું સ્વરૂપ પૂછ્યું.
જ્ઞાની મહાત્માએ પણ પૂર્વભવમાં તેણે જે અનુભવ્યું હતું, તે બધું સ્વરૂપ કહ્યું. પછી તેણે દેવદ્રવ્યથી આજીવિકા ચલાવ્યાના દોષનું પ્રાયશ્ચિત્ત માંગ્યું.
મુનિ મહાત્માએ કહ્યું કે “વાપર્યા કરતાં વધારે દેવને આપવું.”
પછી તેણે “દેવદ્રવ્યમાં હજારગણું અપાય ત્યાં સુધીમાં પોતાના નિર્વાહમાં માત્ર જરૂરી વસ્ત્ર, આહાર વગેરે કરતાં થોડું પણ વધારે ન લેવું.” એ પ્રમાણે નિયમ લીધો.
તે વાર પછી જે જે વેપાર કરે છે, તેમાં તેને ઘણું ધન પેદા થાય છે. એ રીતે થોડાક દિવસોમાં પૂર્વ ભવમાં વાપરેલા હજાર કાંકણીને બદલે દસ લાખ કાંકણી દેવ-દ્રવ્યમાં આપી. એ રીતે દેવ-દ્રવ્યના દેવાથી મુક્ત થઈ, અનુક્રમે ઘણું ઘણું ધન પેદા કરીને પોતાના દેશમાં ગયા અને મોટા શેઠ થઈને રહ્યા.
11. [સોનેરી ચાંદલાવાળા પીંછાઓથી શોભતો.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org