________________
ગાથા-૧૯-૨૦]
૩. વિનાશદ્વાર - વિસ્તારથી ઉત્તર
૬૬
શ્રી કાલિકાચાર્યમહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વજસ્વામી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી મલ્લવાદીસૂરિ, શ્રી વિષ્ણુકુમાર, શ્રી ધર્મઘોષસૂરિમ.ની અનુજ્ઞા વગેરેની જેમ (તેઓને જૈન શાસનનાં કામો જેમ કર્મોની મહાનિર્જરા કરનારા થયાં છે, તેમ બીજાને પણ મહાનિર્જરા કરનારાં થાય.)
૧. શ્રી સંદેહદોહાવલી ગ્રંથની ટીકામાં પણ કહ્યું છે કે“એ પ્રકારે
આજ્ઞાથી-ધર્મથી-નિરપેક્ષ થઈને જ અઢાર પાપ સ્થાનકોમાં ખૂબ પ્રવૃત્તિ ક૨ના૨ને અધર્મ થાય છે.
નહીંતર (આજ્ઞા-ધર્મ સાપેક્ષપણે હોય) તો, નહીં- (અધર્મ ન થાય).
શ્રી અરિહંત ભગવંતના શાસનના મહાશત્રુ રૂપ ગર્દભિલ્લ રાજાના વંશનો ઉચ્છેદ કરનાર શ્રી કાલિકાચાર્ય મહારાજ વગેરેના નિષ્કલંક ચારિત્ર રહ્યાં છે.” એ ભાવાર્થ છે.
૨. શ્રી પ્રજ્ઞાપનાસૂત્રમાં ભાષાપદમાં પણ કહ્યું છે કે,
“ઉપયોગપૂર્વક” ચારેય પ્રકારની ભાષા બોલનાર પણ આરાધક હોય છે.” તેની વૃત્તિ આ પ્રમાણે છે
“શ્રી જૈન શાસનનો ઉડ્ડાહ વગેરે દૂર કરવા માટે અસત્ય ભાષા બોલનાર પણ આરાધક થાય છે.”
૩. તથા, શ્રી ઉપાસકદશાંગ (સૂત્ર)માં પણ
ગુરુ=મોટી આપત્તિ વખતે, અથવા ગુરુની આજ્ઞાથી (જુદી જાતનું વર્તન કરવું પડે, તો પણ તેથી પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, આ સંબંધ-આ રીતનો અર્થ છે)
“ચૈત્ય વગેરેની રક્ષા માટે વિરોધીનો નિગ્રહ કરવા (વ્રત કરતાં જુદું આચરણ કરવું પડે, તો પણ) સ્વીકારેલા નિયમનો ભંગ થતો નથી.”
8.
6. આજ્ઞાની વિરાધના કરવાથી અધર્મ થાય છે. [આજ્ઞાના પાલનમાં અધર્મ ન થાય.] [એ ચાર પ્રકારની ભાષા હોય છે.] ઉપયોગપૂર્વક બોલે, તે આરાધક ગણાય છે. તે આ પ્રકારે :- વૃત્તિ
7.
જૈનશાસનની ઉડ્ડાહ-નિંદા-હલકાઈ વગેરે દૂર કરવા માટે પૂર્વપરનો વિચાર કરીને અસત્ય બોલવા છતાં પણ સાધુ આરાધક હોય છે. [૨૬૮-૧-પૃ૦ આગમોદય સમિતિ] પ્રત્યેનીક=જૈન શાસનનો વિરોધિશત્રુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org