________________
૩૫
ગાથા-૯]
૨. વૃદ્ધિદાર – સારસંભાળનું સ્વરૂપ [ આ બધું કહીને ખાસ એ બતાવવાનું છે કે
દહેરાસર વગેરેના વૈયાવચ્ચતપની ક્રિયાની પણ વિધિ પ્રસંગ પામીને અહીં નક્કી કરી બતાવી છે.
(ધાર્મિક બાબતોની સાર-સંભાળ, તે સર્વનો વહીવટ ચલાવવો, વગેરેનો અત્યંતર તપમાં જણાવેલા વૈયાવૃત્ય નામના તપની ધાર્મિક ક્રિયામાં સમાવેશ થાય છે. એમ નક્કી કરી બતાવ્યું છે.)
દેવ, ગુરુ વગેરેની સંભાળ લેનાર ખાસ કરીને શ્રાવક વિના પ્રાયઃ બીજા કોઈ નથી હોતા.
એમ છે, તેથી, કદાચ, ચોર, અગ્નિ વગેરે ઉપદ્રવોને લીધે દેવાદિક દ્રવ્યોનો નાશ થઈ જાય, તો પણ સાર-સંભાળ કરનાર દોષિત ઠરતો નથી જ.
કેમ કે
જે કોઈ બનાવો ભાવિ ભાવને લીધે અવશ્ય બની જતા હોય છે, તેને રોકવાનો કોઈ ઉપાય હોતો નથી.”
તેમાં પણ થોડા વખતમાં સંભાળી શકાય તેવી રીતની દહેરાસરની સાર-સંભાળ જે કરવાની હોય છે, તે બીજી નિસાહિની પહેલાં કરી લેવી. તે સિવાયની, જ્યારે વખત મળે, ત્યારે નિરાંતે-પછીથી પણ (યોગ્ય યોગ્ય અવસરે) કરી શકાય છે.
આ બધી પ્રવૃત્તિઓ કરવી, તે ગૃહસ્થપણાનો સાર છે. કહે છે કે
“તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, કળાઓમાં કુશળતા પણ તે જ છે. બુદ્ધિ પણ તે જ છે, અને પુરુષાર્થ પણ તે જ છે, કે જેનો વપરાશ-ઉપયોગ-દેવના કાર્યમાં થાય (દવાદિકનાં ધાર્મિક કાર્યોમાં થાય).
t “એ બધા કરતાં પણ, દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિ થવામાં ખાસ વિશેષ પ્રકારે કારણભૂત ઉઘરાણી કરવાની તો કાળજી ખૂબ રાખવી જોઈએ.”
6. [“ધર્મશાસ્ત્રોમાં એમ, અધ્યાહાર સમજવો.]
આથી-દેરાસરની સારસંભાળ વગેરેમાં, તપાચાર, વિચારનું પણ પાલન થાય છે,
એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ] 7. અહીં નિશીથસૂત્ર વગેરેની ચૂર્ણિનાં બે દૃષ્ટાંતો વિચારવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org