________________
ગાથા-૧૨] ૨. વૃદ્ધિકાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર
પ૩ “તે જ વખતે તેના પુત્રોએ દશ લાખ ખર્ચને એક કરોડ ને આઠ લાખ પૂરા કર્યા અને બીજા આઠ લાખ શેઠની પાછળ ખર્ચવાનું સંભળાવ્યું.
શેઠ અણસણ કરીને સ્વર્ગમાં ગયા અને જિનદાસ વગેરે પુત્રોએ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ધર્મકામોમાં ધન ખરચ્યું અને અનુક્રમે તેઓ પણ સદ્ગતિ પામ્યા.”
! એ પ્રકારે અમારીમાં ખર્ચવાનું ધન વગેરે પણ અનિશ્રિત હોવાથી દેવાદિકના ભોગમાં વાપરી શકાય નહિ.
છે અને જ્ઞાન દ્રવ્ય પોતાના સ્થાનમાં અને દેવદ્રવ્યના સ્થાનમાં વાપરી શકાય છે, બીજા કોઈ પણ કામમાં વાપરી શકાય નહિ. | વેશધારી સાધુનું દ્રવ્ય અભયદાન વગેરેમાં જ વાપરી શકાય. દહેરાસર વિગેરેમાં વાપરવું જ નહિ. કેમ કે તે અત્યંત અશુદ્ધ દ્રવ્ય છે.
જે આ પ્રમાણે બધું સમજીને પ્રસંગે પ્રસંગે સર્વ ઠેકાણે ધર્મના ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી અવિધિ અને આશાતનાનો દોષ દૂર રાખવાનો વિવેકી પુરુષોએ વિવેક રાખવો જોઈએ. એમ કરવામાં ન આવે તો પ્રાયશ્ચિત્ત પણ લાગી જાય છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે, કે
“પોતાના ખભા ઉપરનું ઉત્તરીય વસ્ત્ર, રજોહરણ, દાંડો વિગેરેનો અવિધિથી ઉપયોગ કર્યો હોય, તો ચોથ ભકતનું પ્રાયશ્ચિત આવે છે.”
એમ સમજીને શ્રાવકોએ ચરવળો મુહપત્તિ વિગેરેને વિધિપૂર્વક વાપય પછી પોત પોતાને ઠેકાણે બરાબર રીતે મૂકવા વિગેરે કામ કરવું જોઈએ. નહિંતર, ધર્મનું અપમાન કરવા વિગેરે દોષો લાગે છે.
૨. વિસ્તાર પૂર્વક વૃદ્ધિદાર સમાપ્ત.
35. જ્ઞાન. 36. ભવભાવના વૃત્તિમાં અને ઉપદેશ સતિકામાં. 37. ષટત્રિશતુ જલ્પ ગ્રંથમાં 38. વસ્ત્ર. 39. મુહપત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org