________________
ગાથા-૧૩
૩. વિનાશદ્વાર - વિનાશના પ્રકારો
૩જું વિનાશ દ્વાર (૧ ભક્ષણ, ૨ ઉપેક્ષા, ૩ પ્રજ્ઞાહીનપણું)
↑ એ (બીજા દ્વારમાં જણાવ્યા) પ્રમાણે
દેવ-દ્રવ્ય વગેરે દ્રવ્યોમાં વધારો કરનારા કોઈ કોઈ લોકો દ્વારા, અજાણપણા કે બેકાળજી-વગેરેને લીધે વિનાશ' પણ (સંભવિત) થઈ જતો હોય છે.
તેથી-કોણ કોણ કેવી રીતે વિનાશ કરી શકે -એ સમજાવવા દ્વારા વિનાશના પ્રકાર કેટલી રીતે સંભવી શકે તેના (મુખ્ય ૭) ભેદો ત્રણ ગાથાથી સમજાવવામાં આવે છે,
भक्खेइ जो, उविक्खेइ जिण दव्वं तु सावओ । પળા-દીનો મવે નો ય, નિપ્પદ્ પાવ-મુળા ॥૧૩॥
૫૪
[શ્રાદ્ધ-દિન-કૃત્ય ગાથા - ૧૧૨]
“જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અને જે વગર સમજ્યે વહીવટ કરે, તે પાપકર્મોથી ખરડાય છે. ૧૩”
‘‘ભમ્પ્લેક્’' વ્યાવ્યા.
ૐ ગાથાનો અર્થ સહેલો છે. છતાં થોડી સમજ નીચે પ્રમાણે છે ↑ ૧. ભક્ષણ કરવું=
દેવ-દ્રવ્યનું=અથવા તેની સાથે સંબંધ ધરાવતી કોઈ પણ વસ્તુનું. તુ=શબ્દથી, જ્ઞાન-દ્રવ્ય વગેરે (ના ભક્ષણાદિ) વિષે પણ સમજી લેવું. ભક્ષણ એટલે (તે દ્રવ્યોથી સીધી રીતે જ) પોતાની આજીવિકા ચલાવવી.
♦ ઉપેક્ષણ=એ રીતે, બીજો કોઈ (દેવદ્રવ્ય વગેરેથી) પોતાની આજીવિકા ચલાવતો હોય, અને શક્તિ છતાં તેને રોકવામાં ન આવે, રોકવામાં બેકાળજી રાખવી.
♦ ૩. પ્રજ્ઞા-હીનપણું=(બેખબરીપણાથી)
અંગ ઉધાર વગેરેથી દેવ-દ્રવ્યાદિક ધીરવા અથવા મંદ બુદ્ધિ હોવાને લીધે“થોડો ખર્ચ કરવાથી કામ બરાબર થશે કે વધારે ખર્ચ કરવાથી થશે ?” તેની સમજણ ન હોવી,
Jain Education International
1. દેવદ્રવ્યનો વિનાશ. સ્થાપના અરિહંત ભગવંતનાં દ્રવ્યો- એટલે પૂજા માટેનાં દ્રવ્યો, નિર્માલ્ય દ્રવ્યો, અને અક્ષય નિધિભંડાર-સંગ્રહરૂપ દ્રવ્યો સમજવાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org