________________
ગાથા-૧૨] ૨. વૃદ્ધિકાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર
પર શેઠ પુત્ર વિનાના મરણ પામ્યા હોવાથી રાજાએ તેનું બધું ધન લઈ લીધું. અને શેઠાણી ધોળકે પિયર ગયાં. અનુક્રમે અમારી પડહ (કોઈ પણ જીવને જેમ બને તેમ ન મારો, ન મારો એ જાતની ઘોષણાનો ઢોલ) વગડાવીને પિતાએ (ગર્ભના પ્રભાવથી ગર્ભવતી માતાના મનની તીવ્ર અભિલાષરૂ૫) દોહદપૂરો કર્યો. અને તેણે આભડ નામના પુત્રને જન્મ આપ્યો.
પાંચ વર્ષનો પાઠશાળામાં તે ભણતો હતો ત્યારે બધા તેને “નબાપો” “નબાપો” એમ કહેવાથી માતા પાસેથી પોતાનું સ્વરૂપ જાણ્યું, ને જુવાન થતાં થતાં પાટણ ગયો.
પોતાના ઘરમાં રહીને વેપાર કરતાં ભાવલ દેવીને પરણ્યો.
પછી પુણ્યોદયને યોગે જૂના ભંડાર મળવા વગેરેથી કોટી ધ્વજ થયો. અને ત્રણ દીકરા થયા. અનુક્રમે પાપના ઉદયના યોગે નિધન થઈ જવાથી દીકરાઓ સાથે પત્નીને પિયર મોકલી અને પોતે ઝવેરીની દુકાને મણિ વગેરે ઘસીને એક જવ જેટલું સોનું પેદા કરે (મેળવે) છે. અને જાતે દળી, રાંધીને ભોજન કરે છે ને વખત પસાર કરે છે.
એક વખત બહુ જ ટૂંકામાં શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ મહારાજ પાસે ઈચ્છા પરિમાણ રૂપ વ્રત લેવાનું રાખતાં ગુરુમહારાજે રોકવાથી નવ4 લાખ દ્રમ્પના પરિમાણનો નિયમ સ્વીકાર્યો. અને તે જ નિયમ અનુસાર બીજા પણ નિયમ કર્યા. તેથી “જે વધે તે ધર્મકાર્યમાં ખર્ચવું.” એવો નિયમ કર્યો. એમ કરતાં અનુક્રમે પાંચ દ્રમ્પ ગાંઠે થયા.
એક દિવસે ઈન્દ્રનિલ મણિનો હાર પાંચ દ્રમ્મથી ખરીદી તેને ઘસીને લાખની કિંમતના તે ઈદ્રનિલ મણિ બનાવ્યા. અનુક્રમે પહેલાંની માફક ધનવાન થયા. કુટુંબ મળ્યું.
પછી સાધુ મહારાજાઓને રોજ ઘીના ગાડવા વહોરાવે, સાધર્મિક વાત્સલ્ય કરે, મહાપૂજા રચાવે, દર વર્ષે પુસ્તક લખાવે, દહેરાસરોનાં જીર્ણોદ્ધાર કરાવે, પ્રતિમાજી જિનપ્રતિમાદિક)ની સાર-સંભાળ લેવરાવે વગેરે ધર્મકાર્યો કરતાં કરતાં ચોરાસી વર્ષનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે ધર્મકામોમાં ખર્ચેલા ધનના હિસાબનો ચોપડો વંચાવતી વખતે “અઠ્ઠાણું લાખ દ્રમ્મનો ખર્ચ થયો છે,” એમ સાંભળીને શેઠને ખેદ થયો, ને બોલી ઊઠ્યા, કે- “અરે...રે..રે લોભિયાએ એક કરોડ પણ પૂરા નથી ખચ્ય ?”
34. (કોડી=એક કાંકણી)
૪ કાંકણી=એક પણ., ૧૬ પણ=૧ ક્રમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org