________________
ગાથા-૧૨] ૨. વૃદ્ધિાર – ધર્મદ્રવ્ય વિષે વિચાર
૫૧ અને જો એમ કરવામાં આવે, તો ધર્મ ધનનો ઉપભોગ કરવાનો દોષ ઉઘાડો જ દેખાઈ આવે છે.
જ્યારે આ પ્રમાણે વર્તન કરવાનું છે, છતાં તીર્થયાત્રા વગેરે કરવા જવામાં ભોજન, ગાડા, વળાવિયા વગેરેનો બધો ખર્ચ જેવો (ધર્મકાર્યમાં વાપરવા) માનેલો હોય, તેના ખર્ચમાં ગણી લે છે. તે મૂઢ લોકોની શી ગતિ થશે ? એ જાણી શકાતું નથી.
| પોતાને નામે મોટા આડંબરથી પારકું ઉજમણું? વગેરે માંડેલાં હોય અને તેથી કરીને લોકોમાં પ્રશંસા વગેરે થાય. પરંતુ જો નકરો થોડો મૂક્યો હોય, તો દોષ લાગે જ છે, તે સ્પષ્ટ છે.
t તથા ધર્મસ્થાનમાં સામાન્ય રીતે કે વિશેષ રીતે વાપરવા માટે બીજાએ ધન આપ્યું હોય, તે ધન વાપરતી વખતે તેનું નામ ખૂલ્લી રીતે ચોખે ચોખ્ખી રીતે કહેવું. એ પ્રકારે સમુદાયે મળીને વાપરવા માટે ધન આપ્યું હોય, તો તે સમુદાયનું નામ પણ ચોખે ચોખ્ખું જણાવવું, અને જો તેમ કરવામાં ન આવે, તો પુણ્ય કરવાના સ્થાનમાં ચોરી કરવાનો દોષ લાગી જાય છે.
છે એ પ્રકારે, અંતકાળની અવસ્થામાં પિતા વગેરેને આપવાનું જે કબૂલ કરાય છે, તે જ્યારે સાવધાન હોય ત્યારે ગુરુ વગેરે શ્રી સંઘ સમક્ષ આ પ્રમાણે કહેવું કે- “આટલા દિવસમાં તમારા નિમિત્તે આટલો ખર્ચ કરીશ, આપ તેની અનુમોદના કરજો.”
અને તે પણ સર્વ જાણે તેમ તરત જ વાપરી નાખવું. પરંતુ આભડશેઠના પુત્રોએ જેમ પોતાના નામે ન વાપર્યું તેમ પોતાના નામે ન વાપરવું.
(આભડશેઠના પુત્રોએ પિતાની પાછળ વાપરવાનું દ્રવ્ય પોતાને નામે નહિ પણ પિતાને નામે વાપર્યું હતું.)
આભડ શેઠની કથા
“શ્રી અણહિલ્લપુર પાટણમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે કોટી ધ્વજ શેઠ થયા હતા અને તેને મહિલાદેવી નામે પત્ની હતાં.
મહિલાદેવી સગભાં હતાં તે જ સ્થિતિમાં શેઠ વિશુચિકા (કોલેરા) રોગથી મરણ પામ્યા. 32. પારકું. 33. (નકરો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org