________________
ગાથા-૯]. ૨. વૃદ્ધિદાર – દેવુ તરત ન આપવામાં દોષો
૩૭ ! એ પ્રમાણે છે, તેથી, જેણે જ્યારે જેટલા ધનથી માળ પહેરવી વગેરેમાં જે કાંઈ (કબૂલ કર્યું હોય, તેને લગતું દેવાદિનું દ્રવ્ય જે કાંઈ આપવાનું હોય, તે ત્યારે જ, તેટલું પૂરું અને બીજું જે કંઈ પણ દેવાનું કબૂલ્યું હોય, તેનો ઉપભોગ કેમ કરી શકાય?
અથવા તો, તેનાથી મળતા લાભ વગેરે પણ કેમ મેળવી શકાય ? કેમ કે, -જો તેમ કરવામાં આવે, તો પ્રથમ જણાવ્યા પ્રમાણે દેવ-દ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાનો પ્રસંગ આવી જાય છે. માટે તેણે તે તરત જ આપી દેવું જોઈએ.
છે અને જેની શક્તિ તરત જ આપી દેવાની ન હોય, તેણે પહેલેથી જ પખવાડિયા. કે અડધા પખવાડિયા વગેરેમાં આપી દેવાની મુદત ચોખ્ખી જણાવી દેવી જોઈએ. અને માગ્યા વિના પણ મુદતની અંદર જાતે જ આપી દેવું જોઈએ. મુદત ઓળંગી જવાથી દૈવયોગે કદાચ વચ્ચે જ પાપનો ઉદય આવી જાય, તો, 28ષભદત્ત શ્રાવકની જેમ દેવાદિદ્રવ્યના ઉપભોગનો દોષ ખુલ્લી રીતે લાગી જાય છે.
મહાપુર નગરમાં ઋષભદત્ત નામના પરમ શ્રાવક મોટા શેઠ પર્વને દિવસે શ્રી દહેરાસરે ગયા. પાસે દ્રવ્ય ન હતું. તેથી ઉધારથી ભગવાનને આંગી ચડાવવાનો ખર્ચ આપવાનું કબૂલ કર્યું. પરંતુ બીજા કામમાં રોકાઈ જવાથી તરત જ (આંગીનો ખર્ચ આપી શકાયો નહીં. કોઈ એક દિવસે દુર્ભાગ્યથી તેના ઘરમાં ધાડ પડી અને બધું લૂંટાઈ ગયું. ને શેઠને લૂંટારાઓએ મારી નાંખ્યા.
મરીને તે જ નગરમાં નિર્દય, દરિદ્ર અને કપણ પાડો હાંકનારના ઘરમાં પાડા તરીકે જન્મ લીધો. ત્યાં પણ, હંમેશાં ઘેર ઘેર પાણી વગેરેનો ભાર ઉપાડીને ઊંચામાં ઊંચા ઢોળાવ પર ચડવાનું અને એ રીતે રાત-દિવસ ભાર વહન કરવો પડતો હતો. ઉપરાંત, ઘણી ભૂખ, તરસ અને હંમેશાં નિર્દય રીતે દોરડીના સરપટાના માર, વગેરેથી ઘણા વખત સુધી મહાપીડા સહન કરતો રહ્યો.
એક દિવસે તે નવા બંધાતા દહેરાસરના કિલ્લા માટે પાણી વહેતાં વહેતાં જિનેશ્વર દેવની પૂજા વગેરે જોઈને, જાતિસ્મરણજ્ઞાન થવાથી દહેરાસરની પાસેથી કોઈપણ રીતે પાડો) ખસતો જ નથી. તેથી જ્ઞાની પુરુષના વચનથી તેના પૂર્વભવના પુત્રોએ ધન આપીને પાડાવાળા પાસેથી તેને છોડાવ્યો.
પછી પહેલાં તો પૂર્વભવનું દેવ-દ્રવ્યનું દેણું હજારગણું આપીને, તેના દીકરાઓએ દેવામુક્ત કર્યા પછી, અણશણ કરીને સ્વર્ગમાં ગયા.
અનુક્રમે મોક્ષમાં ગયા.” 8. આપવા યોગ્ય જેટલી વસ્તુ હોય, તે દેવાથી. 9. તેિ દેવા યોગ્ય.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org