________________
૪૨
ગાથા-૧૨] ૨. વૃદ્ધિાર – દેવદ્રવ્યના વપરાશની રીત
છે આ કારણે, શ્રાવકે સંભવ પ્રમાણે બન્નેય પ્રકારનું દ્રવ્ય પોતાના કામ વગેરેમાં તો વાપરવું જ નહીં. પરંતુ ઉચિત સ્થાને જ વાપરવું.
છે (૧ દેવ-દ્રવ્યના વપરાશની રીતો.). તે આ રીતે
પોતાના ઘર-દહેરાસરમાં ધરાવેલા ચોખા, સોપારી, નૈવેદ્ય, વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા પુષ્પ, ભોગ દ્રવ્ય, વગેરે પોતાના ઘર-દહેરાસરમાં વાપરવાં નહીં
તેમ જ (મોટા) દહેરાસરમાં પણ પોતાની મેળે ચડાવવું નહીં. પરંતુ સારી રીતે બરાબર સ્વરૂપ સમજાવીને પૂજારી વગેરે બીજની પાસે ચડાવડાવવું.
પૂજારી વગેરેનો યોગ ન થાય, તો સૌની આગળ ખુલ્લે ખુલ્લું સ્વરૂપ કહીને પોતાની મેળે પણ ચડાવવું.
જો તેમ કરવામાં ન આવે, તો ખોટી રીતે લોકોમાં સ્વ-પ્રસંશા મેળવવાનો દોષ લાગે છે.
જે માળીને ફૂલની મહિને આપવાની જે રકમ પહેલેથી ઠરાવેલી હોય, તે પેટે ઘર-દહેરાસરનાં નૈવેદ્ય વગેરે ન આપવા. પરંતુ, જો પોતાનું ધન આપવાની શક્તિ ન હોય તો પહેલેથી જ મહિનાની કિંમત પેટે નૈવેદ્ય આપવાનું નકકી કર્યું હોય, તો દોષ લાગતો નથી.
? પરંતુ મુખ્ય રીતે તો, મહિને આપવાની રકમ તો જુદી જ ઠરાવવી જોઈએ. ઘર-દહેરાસરનાં નૈવેદ્ય દહેરાસરમાં જ મૂકવાં જોઈએ.
જો તેમ કરવામાં ન આવે, તો પોતાના દ્રવ્યથી નહીં પણ ઘર-દહેરાસરના દ્રવ્યથી ઘર-દહેરાસરમાં પૂજા કરવાનું થાય છે. અને તેમ થવાથી અનાદર, અવજ્ઞા (અપમાન) વગેરે દોષો લાગે છે.
અને તે યોગ્ય પણ નથી, કેમ કે પોતાનાં શરીર, ઘર, કુટુંબ વગેરે માટે ગૃહસ્થ ઘણો મોટો ખર્ચ કરતો હોય છે.
તેથી દેવમંદિરમાં દેવપૂજા પણ યથાશક્તિ પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ.
પરંતુ પોતાના ઘર-દહેરાસરમાં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી અથવા દેવસંબધી દેવદ્રવ્યના ફૂલ વગેરેથી પૂજા કરવી જોઈએ નહીં. તેમ કરવાથી ઉપર જણાવેલા દોષો લાગે છે.. - (મુખ્ય-ખરી રીત-સ્પષ્ટ કરી છે. પરંતુ પોતાના તરફથી ખર્ચ કરી ન શકે, તેવા ગૃહસ્થ-માળી વગેરેને નૈવેદ્ય વગેરે લઈ જવા દે, અને માળી બદલામાં ફૂલ આપી જાય, તે ફૂલ પ્રભુને ચડાવે, તો દોષ નથી, નહીંતર દોષ છે.)
6. બીજા પુસ્તકમાં, “માળીનો” છે. 7. સર્વ ગચ્છના સામાન્ય દહેરાસરમાં. 8. [અહીં “ઘર” શબ્દ પોતાના ઘર દેરાસરના અર્થમાં સમજવો.] 9. લિોકો તરફથી ખોટી રીતે પોતાની પ્રશંસા પ્રાપ્ત કરવી, સાથે-આજ્ઞાનું અપમાન,
અવજ્ઞા, અનાદર વગેરે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org