________________
ગાથા-૧૨]
૨. વૃદ્ધિકાર – નિર્માલ્યદ્રવ્ય વિષે વિચાર
૪૩
જે દેવ-મંદિરમાં આવેલાં નૈવેદ્ય, ચોખા વગેરે વસ્તુઓનું પણ પોતાની વસ્તુઓની જેમ ઉંદર વગેરેથી થતા બગાડથી સારી રીતે રક્ષણ કરવું જોઈએ,
અને સારી રીતે કિંમત આવે તેવી યોજનાપૂર્વક વેચવી જોઈએ, કે જેથી સારી કિંમત આવે, પરંતુ જેમ તેમ મૂકી રાખવું નહિ. તેમ કરવાથી “દેવદ્રવ્યનો વિનાશ કરવો.” વગેરે દોષો લાગી જાય છે.
ત્યાં (''ગચ્છના કે સકલ સંઘના દહેરાસરમાં) પણ તે દહેરાસરમાંથી દેવ-દ્રવ્યની આવકનો સંભવ ન હોય, તો પોતાના ઘર-દહેરાસરમાં ચડાવેલા દ્રવ્ય અને દેવ-સંબંધિ ફૂલ વગેરે તેવા પ્રકારની આર્થિક શક્તિ વગરના ગૃહસ્થ) પૂજામાં વાપરવા તેવા સંજોગો સિવાય ન વાપરવાં.
13અને જો, વગર કારણે, તેમ વાપરવામાં (ઘર-દહેરાસરનાં દ્રવ્યોથી દહેરાસરમાં પૂજા વગેરે કરવામાં આવે, તો અનાદર, અવજ્ઞા વગેરે દોષો લાગે છે.
(નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચાર) ગીતાર્થ પુરુષો કહે છે, કે એક વખત ઉચિત રીતે “ભોગ (ઉપયોગ) થયા પછી જે નાશ પામે, નકામું થાય, તે 'નિર્માલ્ય કહેવાય છે.”
એમ શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે.
જે જિનેશ્વર ભગવંતના પ્રતિમાજી ઉપર ચડી ચૂકેલું હોય, ઝાંખું પડી ગયેલું હોય, મૂળ ગંધથી રહિત થઈ જુદી ગંધનું થઈ ગયેલું હોય, જોતાં ન આકર્ષે તેવું શોભા વિનાનું હોય, અને ભવ્ય જીવોને આનંદ ન આપે, તેવા દ્રવ્યને મોટા જ્ઞાનીપુરુષોએ નિર્માલ્ય ગણ્યું છે.”
એમ શ્રી સંઘાચાર વૃત્તિમાં કહ્યું છે. તેથી
“ભોગમાં ઉપયોગ થઈ જવાથી જે પોતાના સ્વરૂપમાં ન રહ્યું હોય, તે નિર્માલ્ય કહેવાય.”
એમ ઉપર જણાવેલાં બે ગ્રંથનાં વચનો ઉપરથી સમજાય છે.).
10-11. [ગચ્છના સાધારણ દેરાસરમાં.] 12. પોતાના ઘર દેરાસરમાં ચડાવેલા દ્રવ્ય કે જે દેવદ્રવ્યનાં ફૂલ વગેરે હોય.] 13. (દેવદ્રવ્યની ઉત્પત્તિનો સંભવ હોય, ત્યારે.] 14. [નિર્માલ્યા 15. ફૂલ વગેરે.
Jair ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org