________________
ઉO
ગાથા-૮]
૨. વૃદ્ધિકાર – વિધિની મહત્તા લોકોમાં પણ કહેવાય છે કે
ખેતી, વેપાર, નોકરી, ભોજન, શયન, આસન, વિદ્યાની સાધના, જવું, વંદન કરવું વગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિક ને અનુસાર વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય, તો જ પૂરું ફળ આપી શકે છે. નહિતર, (અવિધિ પૂર્વક કરવામાં આવે, તો (કારણ) સામગ્રીની ખામી રહી જવાથી, પૂરું ફળ મળી (કાર્ય થઈ) શકતું નથી.”
શ્રી ઉપદેશપદ વગેરેમાં પણ આ પ્રમાણે કહ્યું છે
“(૧) નજીકમાં મોક્ષે જનારા આસન્ન ભવ્ય જીવોને સદાકાળ વિધિનો પરિણામ રહેતો હોય છે.
(૨) અભવ્ય અને દૂરભવ્ય જીવોને (સદાકાળ) વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ રહેતી હોય છે. ૧
(૩) ધન્યવાદને પાત્ર જીવોને જ વિધિનો યોગ મળતો હોય છે. (૪) વિધિના પક્ષની આરાધના કરનારા સદા ધન્યવાદને પાત્ર છે. (૫) વિધિનું બહુમાન કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. (૬) વિધિના પક્ષની નિંદા નહીં કરનારા પણ ધન્યવાદને પાત્ર છે. ૨ | (૭) શક્તિશાળી શ્રદ્ધાળુએ સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. (કદાચ) દ્રવ્ય વગેરે (ક્ષેત્ર, કાળ, ભાવ)ની પ્રતિકૂળતા હોય, તો પણ વિધિનો પક્ષ ધારણ કરી રાખવો જ જોઈએ.” ૩
લોકમાં પણ સંભળાય છે કે
શેઠના બે દીકરાઓની માફક-વિધિપૂર્વક કરેલું કાર્ય સંપૂર્ણ ફળ આપનારું થાય છે, તથા વિપરીત રીતે કરવામાં આવેલું તુચ્છ ફળ આપનારું થાય છે.”
તે કથા આ પ્રમાણે છે
કાંચનપુર નગર, શેઠના બે દીકરા ધનની ઈચ્છાથી એક સિદ્ધપુરુષની ભક્તિપૂર્વક સેવા કરતા હતા. એક વખત સંતુષ્ટ થયેલા તેણે, સારો વિધિ બતાવવાપૂર્વક તુંબડીનાં ચમત્કારિક બીજફળો (તેઓને) આપ્યાં.
તે વિધિ આ પ્રકારે
“સો વખત ખેડેલા ખેતરમાં તડકો ન આવતો હોય તેવા સ્થળમાં (મે) કહેલા નક્ષત્ર અને વારના યોગે (તુંબડીનાં બીજ) વાવવાં. વેલો તૈયાર થાય, ત્યારે કેટલાંક બીજનો સંગ્રહ કરી લેવો. અને પછી પાંદડાં, ફળ, ફૂલ વગેરે સહિત તે વેલો ખેતરમાં રહેલો એમ જ બાળી દેવો. તેની એક ગદિયાણા જેટલી રાખ ચોસઠ ગદિયાણા જેટલા ત્રાંબામાં નાંખવી, જેથી ઉત્તમ સોનું થઈ જાય છે.”
18 ઇચ્છાયોગી જે શક્ય હોય તે કરે છે, જે અશક્ય છે તેનો પક્ષપાત મનમાં રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org