________________
ગાથા-૮] ૨. વૃદ્ધિદ્વાર – અવિધિના ગેરફાયદા વિશેષ
૩૧ એ પ્રકારે સિદ્ધપુરુષ પાસેથી સમજણ મેળવીને બન્નેય દીકરાઓ ઘેર આવ્યા. બેમાંથી એકે કહ્યા પ્રમાણે બરાબર વિધિ કરવાથી તેને ઊંચા પ્રકારનું સોનું થયું.
બીજાએ વિધિમાં કાંઈક ખામી રાખી હતી, તેથી તેને રૂપું જ થયું.”
છે એટલા માટે દરેક બાબતમાં સારી રીતે વિધિ જાળવવો, એ જ યોગ્ય છે. કદાચ. બેદરકારીથી, અથવા કંટાળાથી અવિધિ કરવામાં આવે, તો તે કામ અનર્થને માટે (પણ) થાય છે.
જેમ કે
જેમ, અવિધિથી કરેલું ભોજન વિનાશ કરે છે, અને જેમ વિધિપૂર્વક કરેલું ભોજન જિવાડે છે. તેમ અવિધિપૂર્વક કરેલો ધર્મ સંસાર આપે છે, અને વિધિપૂર્વક કરેલો ધર્મ મોક્ષ આપે છે. ૧
બીજાનું ધન હરી લઈને, જે જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તે સુખડનું વૃક્ષ બાળીને, કોલસાનો વેપાર કરે છે.” ૨
કે “એ રીતે તો-“આ કાળે ધર્મ ન જ કરવો જોઈએ.” એમ ઠરી જાય છે?” છે પરંતુ એમ ન કહેવું.
જે અવિધિ કોઈપણ રીતે દૂર કરી શકાય તેવો ન (અનિવાર્ય હોય, તે તો સારી રીતે દૂર કરેલો જ સમજવો. તે તો ચલાવી લેવા યોગ્ય ગણાય. અનિષ્ટ ફળ આપનાર નથી.)
જેમ કે
“સર્વજ્ઞ ભગવાન કહે છે, કે : “અવિધિથી કરવા કરતાં ન કરવું વધારે સારું.” એ વાક્ય “ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) છે.” કેમ કે ન કરવાથી મોટું પ્રાયશ્ચિત્ત આવે છે,અને કરવાથી નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.”
“એટલા માટે” (ધર્મની) સર્વ પવિત્ર ક્રિયા પૂરી કર્યા પછી અવિધિ અને આશાતના નિમિત્તે “મિચ્છા મિ દુડિ” દેવું જ જોઈએ.”
19 પ્રમાદથી 20 જે અવિધિ કોઈ પણ રીતે પરિહાર થઈ શકે તેવો ન હોય તે ઉત્પન્ન થવા માત્રથી
નાશ પામેલ હોવાથી વંધ્ય (નિષ્ફળ) છે. એક સામગ્રીથી વ્હાણમાં રહેલું લોખંડ ડૂબાડતું નથી તેમ જે વિધિસાધક હોય તે અવિધિ ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org