________________
ગાથા-૮] ૨. વૃદ્ધિદાર – વૃદ્ધિના પ્રકારો
૨૯ કદાચ, તે (વેપાર)માં નુકસાની આવી હોય, તો તે પણ તેનો યોગ્ય ઉપાય મળે” માટે તેઓને જણાવી દેવી જોઈએ. (૩)
વળી, જ્યારે, ઉપર જણાવ્યા પ્રમાણે (ઘરેણાં લઈને) બીજાને ઘેર દ્રવ્ય રોકવાથી પણ વૃદ્ધિ થવાનો સંભવ ન હોય, ત્યારે ઉચિત વ્યાજ લેવાપૂર્વક સુ-શ્રાવકોએ મળીને, તે (જેનેતર શ્રીમંત)ને ઘેર યોગ્ય મુદત સુધી તે ધન મૂકવું.
પછી પણ, એમ સાવધાનીપૂર્વક તે ધનને એક ઘેરથી બીજે ઘેર બદલાવતા રહેવું, જેથી બરાબર સચવાઈ રહે તેમ કરવું. ૫
- આ પ્રસંગમાં 6 ઉત્સર્ગ અને અપવાદની વિચારણા (ઘણી) કરવા જેવી છે, તે ધ્યાનમાં લેવી.
$ ઉપર બતાવેલા પ્રકારોથી પણ જો વૃદ્ધિ ન થઈ શકે, અને એમ કરવા જતાં સર્વથા દ્રવ્યનો) વિનાશ થવાનો સંભવ લાગતો હોય, તો મહા નિધાનની જેમ (તેને) રાખી જ મૂકવું, પરંતુ વધારવા વગેરે માટે કોઈ પણ ઠેકાણે મૂકવું નહીં.
એ પ્રમાણે, શ્રી શ્રાદ્ધવિધિ, સમ્યક્તવૃત્તિ, પ્રશ્નોત્તરસંગ્રહ અને વૃદ્ધવાદને અનુસારે વિધિપૂર્વક જ વૃદ્ધિ કરવામાં આવે, તો તે તથા-ભવ્ય-જીવોને સંપૂર્ણ ફળ આપવા સાથે યશોભાગી બનાવી શકે છે.”
અને જો અવિધિથી વૃદ્ધિ કરવામાં આવે, તો વખત જતાં મૂળ મૂડી સહિત ચેત્યાદિ દ્રવ્યનો તે (વૃદ્ધિ) નાશ કરે છે. જેમ કે
“અન્યાયથી મેળવેલું ધન દશ વર્ષ ટકે છે. સોળમું વર્ષ આવતાં તો મૂળ મૂડી સહિત તે નાશ પામે છે.”
16 અહીં એક નંબરથી ઉત્સર્ગ કહ્યો. બે આદિ નંબરથી અપવાદ કહ્યો છે. '17 અપવાદ પણ અહીં અશુદ્ધ અશુદ્ધતર વગેરે ગ્રહણ કરવો તેથી પાંચે સ્થાનોમાં
(પ્રકારોમાં) તે તે રીતે વૃદ્ધિનો અસંભવ હોય તો આ પ્રમાણે કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org