________________
-
--
ગાથા-૭] ૨. વૃદ્ધિદાર – અધિકારી
૨૧ અને ઊલટાં પરિણામો આપનારા દેવ-દ્રવ્યાદિકનું ભક્ષણ થઈ જવું વગેરે દોષોનું નિવારણ પણ એ કરી શકે છે.
જે ઉપરના ગુણો ન ધરાવનાર હોય, તેનાથી વધારો અને હાનિનું નિવારણ, એ બન્નેય ન થઈ શકે.
આથી એમ નક્કી થાય છે કે
જે વ્યક્તિમાં જે કામને માટેની જે શક્તિ હોય-લાયકાત હોય, તેણે તે કામમાં-તે પ્રમાણે વર્તન કરવું જોઈએ તે પ્રમાણે વર્તન તે કરી શકે છે. પ-૬
વૃદ્ધિ કરવામાં (ખાસ) વિશેષ પ્રકારના અધિકારીઓ પણ અહીં જ બતાવી દેવામાં આવે છે.
मग्गा-ऽणुसारी पायं, सम्म-द्दिट्ठी तहेव अणु-विरई। एए अहिगारिणो इह, विसेसओ धम्म-सस्थम्मि ॥७॥
“માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરોને આ કાર્યોમાં ધર્મશાસ્ત્રોમાં વિશેષ પ્રકારના પ્રાયઃ અધિકારી જણાવ્યા છે.” ૭.
કે ૧. ભવાભિનંદિપણાના દોષો વગરનો હોય, [મિત્રાદિ] આઠમાંની એક કે વધારે દૃષ્ટિ ધરાવનાર હોય,
(માગનુસારી જીવને ઘટતાં) શમ, સંવેગ વગેરે (નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય) ગુણોથી ઓળખી શકાય તેવો હોય,
મિથ્યાત્વ અને કષાયોનો તેવા પ્રકારનો મંદ ઉદય ધરાવતો હોય, ( પાંચ આચારોમય) જૈન ધર્મની ક્રિયા કરતો હોય, કે ન પણ કરતો હોય, એવો તથા-ભવ્ય જીવ માર્ગાનુસારી કહેવાય છે. ધર્મપરીક્ષા વગેરે ગ્રંથમાં કહ્યું છે કે
“માગનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે.” એમ સમજવું. “તે જેન ક્રિયા કરતો જ હોય,” એવો નિયમ નથી. કારણ કે (જેન કે જૈનેતર) ક્રિયા તેમાં ઉપકારક કે અપકારક બની શકતી નથી” ૧૬.
1. શમ વગેરે ગુણો માગનુસારી જીવને આધ્યાત્મિક વિકાસના) બીજરૂપે હોય છે. 2. “તીવ્ર મિથ્યાત્વ વગેરે કર્મોનો ક્ષયોપશમ થવાથી જે જીવ માર્ગને - તત્ત્વમાર્ગને
અનુસરવાનું કરે, તે માગનુસારીપણું' એ વ્યાખ્યા શ્રી ઉપદેશપદ અને શ્રી લલિતવિસ્તરાની ટીપ્પણમાં કરેલી છે. (મે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org