________________
ગાથા-૪]
૧. ભેદદ્વાર
૧
૭
છે અથવા બીજી રીતે - નિશ્રા કરતી વખતે- (અમુક કાર્ય માટે વાપરવાનું ઠરાવતી વખતે) અથવા,
વાપરતી વખતે વાપરનારના મનની સમજના નિર્ણય ઉપરથી, અથવા વાપરવાની જુદી જુદી બાબતો ઉપરથી, એમ દરેક ઠેકાણે પાંચેય દ્રવ્યોમાં જુદાપણું, પોતાની બુદ્ધિથી સ્પષ્ટ રીતે સમજવું. | (સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રો પૂરતું નિયત હોવાનું સમજાય છે, અને ધર્મદ્રવ્ય અનેક ધાર્મિક કાર્યો પૂરતું-સર્વસામાન્ય ધાર્મિક કાર્યોમાં વાપરી શકાય, તેવી રીતની સમજથી એકત્ર થયેલું હોય છે. લાગા, વેપારના નફામાં ભાગ, મિલ્કતમાં ભાગ વગેરેથી ઉત્પન્ન થયેલું હોય છે.) 22 અથવા બીજી રીતે અહીં વિચારવાનું એ છે કે- પાંચ મૂળ દ્રવ્યો, તેમાં સાત ક્ષેત્રરૂપ
ચોથો ભેદ સાધારણ દ્રવ્ય, અને બાર ક્ષેત્રરૂપ પાંચમો ભેદ ધર્મદ્રવ્ય છે. તે ત્રણેયમાં શાનદ્રવ્ય આવે છે, તો એ ત્રણેય પ્રકારના જ્ઞાનદ્રવ્યમાં ફરક શો? એ જ પ્રમાણે-દેવદ્રવ્ય મૂળભેદમાં ગણાવેલ છે. જિન પ્રતિમાજી અને જિનમંદિર રૂપ પહેલા દેવદ્રવ્યના સાધારણ દ્રવ્યમાં બે ભેદ ગણાવેલા છે તો તેમાં ફરક શો ? આ પ્રશ્નો સહેજે ઉઠે તેમ છે. તેથી ઉપર કહેલું સમાધાન દરેક ઠેકાણે લાગુ કરી લેવું.
જેમ કે- ૧ - સીધી નિશ્રાથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય -કે ગુરુદ્રવ્ય વગેરે પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે, તે મૂળ ભેદના દ્રવ્યમાં ગણાય. સાધારણ ઠરાવ્યા પછી સાત ક્ષેત્રમાં વેચતી વખતે દેવદ્રવ્ય તરીકે વપરાય, એ જ પ્રમાણે-ધર્મદ્રવ્ય તરીકેની એક સર્વ સામાન્ય નિશ્રા હોય છે, જે વાપરતી વખતે, જે ધાર્મિક કાર્યમાં વાપરવું હોય, તેમાં વાપરવામાં આવે. તે ધર્મદ્રવ્ય તરીકેની નિશ્રાનું દ્રવ્ય ગણાય છે. પાંચના-સાતના-બારના પેટા ભેદો ઘણા હોય છે. આ રીતે જુદી જુદી માનસિક અપેક્ષાએ નય ભેદની અપેક્ષાએ જુદાપણું છે. આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિશેષ વિચારણા જૂઓ પરિશિષ્ટ-૮
પેજ-૧૪૭ ઉપર. 23 નિશ્રા કરતી વખતે
[નિશ્રા કરનારની જુદી જુદી સંકલ્પ-સમજ-ને લીધે, અથવા નિશ્રા કરવાના જુદા જુદા વિષયો-વાપરવાનાં ક્ષેત્રો-દરેકને જુદા જુદા (ભેદથી)-પોતાની બુદ્ધિથી સમજવા, અને કાર્યકાળ એટલે વાપરતી વખતે-પ્રાયઃ વાપરવાની જુદી જુદી સમજને લીધે, અથવા વાપરવાના જુદા જુદા વિષયો હોવાથી, દરેકને પોતાની બુદ્ધિથી જુદા જુદા સમજવા. આ ભાવાર્થ છે.]
આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિચારણા જૂઓ પરિશિષ્ટ-૮ પેજ-૧૫ર 24 [વિષયવાર જુદું જુદું દ્રવ્ય સમજવું.] 25 સર્વત્ર એટલે પાંચેય દ્રવ્યોમાં સિાતક્ષેત્ર રૂપ સાધારણ દ્રવ્યમાં અને ૧૨ ભેદ રૂપ
ધર્મદ્રવ્યમાં પણ વિષયભેદથી સમજવું.] [૧૨, ધર્મદ્રવ્ય ૭ ક્ષેત્રો કે જે સાધારણ દ્રવ્યના ભેદમાં ગણાવ્યા છે, તે સાત, ૮ નિશ્રાકૃત, ૯ (કાય) કાળ- (વાપરતી વખતે) કત, કે અમુક વખતે જ વાપરવું (2) ૧૦ પૌષધશાળા, ૧૧, અમારી, અને ૧૨ અનુકંપા.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org