________________
બીજા બધાઓના સંપ્રદાયને આપણું ન કરીએ? હા; આવી વિશાળદષ્ટિ આવ્યા બાદ તે સદધર્મી જેમ જેમ એને અમલી બનાવતે જશે, તેમ તેમ સૌથી વધુ વિધિ તે પ્રથમ પિતાનાં લેખાતાં ધમપ્રેમીઓને જ તેના તરફ થશે. પણ એ વિધવિષને અમૃત ગણી પચાવતાં શીખવું, તેમાં જ સાચી ધર્મસાધનાની પરાકાષ્ઠા પડેલી છે.
અપૂર્વ અવસર - આજની દુનિયામાં વિજ્ઞાને એવી પરિસ્થિતિ સર્જે છે કે સ્થૂળ રીતે નજીક આવેલી માનવજાતે સૂક્ષ્મ રીતે નજીક આવ્યા વિના છૂટકો નથી. હૃદય સાથે હૃદયને લાવી શકનાર અને આખા જગતની માનવજાતને એક સ્થળે બેસાડનાર બીજી કઈ વ્યાસપીઠ છે ? તે વ્યાસપીઠ એટલે સર્વધર્મ સેવાની વ્યાસપીઠ. આથી જ સર્વધર્મોપાસના આજને યુગધર્મ બની રહે છે. તેથી આશા જ નહીં, બલકે વિશ્વાસ છે કે આ વિચારને આ પુસ્તકમાં વિશાળભાવે જે દરેક ધર્મનાં ભાઈબહેને તેને પતી બનાવી મૂકશે.
સંતમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com