Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધર્મનું સ્વરૂપ
વળી અહીં લાકમાં કહેલા ‘વચનાત્' પદમાં પંચમી વિભકિત પ્રયાય–પ્રયાજક સંબધમાં હાવાથી આગમવચન જેમાં પ્રયાજક (પ્રેરક) હોય તે ધમ કહેવાય, એવા અર્થ હાવાથી ચારે અનુષ્ઠાનામાં આગમવચન પ્રેરક તા છે જ, માટે ચારેયમાં આ વ્યાખ્યા ઘટે પણ છે.
વળી ત્રીજા ષોડશકમાં કહેલા ધર્મના લક્ષણુ પ્રમાણે તે જેમ માટી ઉપર ક્રિયા કરવાથી માટીની શુધ્ધિ અને આકારરૂપ ઘટકાર્ય અને માટીમાંથી પ્રગટે છે, તેમ ધર્મરૂપ કાર્ય પણ ચિત્તની શુધ્ધિ અને પુષ્ટિરૂપે ચિત્તમાં પ્રગટે છે. અહી રાગ-દ્વેષાદિ ચિત્તના જે મેલ તેમે (ભાવરૂપ)આગમના સફ્યેાગથી નાશ થતાં ચિત્તશુધ્ધિ અને તે તે ક્રિયાથી પુણ્યની પુષ્ટિ થાય છે. આ ચિત્તશુધ્ધિથી પુણ્યની પુષ્ટિ અને પુણ્યપુષ્ટિથી ચિત્તની શુધ્ધિ, એમ પરસ્પરના આલંબનથી અનેની વૃદ્ધિ થતાં ક્રમશઃ જે સર્વકર્મોના ક્ષય થાય, તેને મેાક્ષ કહેવાય છે. માક્ષ એ આત્માના સ્વભાવ હોવાથી જીવને તે સહજ સપૂર્ણ ધર્મ છે.
ષોડશકની આ વ્યાખ્યા પ્રમાણે તે પુષ્ટિ અને શુધ્ધિવાળું ચિત્ત તે ભાવધર્મ અને તેવા ચિત્તને અનુસરતી વિવિધ ક્રિયા તે વ્યવહારધર્મ, એમ ભાવધર્મ અને વ્યવહારધનુ' પારસ્પરિક સાપેક્ષ સ્વરૂપ જાણવું. દ્વાત્રિંશ દ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે- શુધ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મ મળ ઘટવાથી પ્રગટેલી જીવશુધ્ધિ, કે જેના ફળરૂપે માક્ષના હેતુભૂત સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણા પ્રગટે છે, તે જીવશુધ્ધિ જ ધર્મ ૧ છે.
અહીં વચનાનુષ્ઠાનને ધર્મ કહ્યો તે પણ ઉપચાર વચન છે, કારણ કે તત્ત્વથી તા ચિત્તની શુધ્ધિ અને પુષ્ટિ તે નિશ્ચય અથવા ભાવધર્મ છે અને તેના કારણરૂપે વ્યવહાર તે
દ્રવ્ય ધર્મ છે.
એમ અહીં દ્રવ્યભાવ અથવા વ્યવહાર–નિશ્ચય અન્ન ધર્મનાં લક્ષણો કહ્યાં. કારણમાં પણ કાર્યના અંશ હોય છે તેથી ઉપચાર કરી શકાય છે. જે કારણમાં સર્વથા કાર્યઅંશ ન હોય, તેમાં ઉપચાર થઈ શકે નહિ. દ્રવ્યની અપેક્ષાચે જ તેના કાને ભાવ અને ભાવની અપેક્ષાયે જ તેના કારણને દ્રવ્ય કહેવાય છે. દરેક કાર્ય-કારણે પરસ્પર સાપેક્ષ જ હોય છે. એ રીતે ધર્મનુ લક્ષણ જણાવી હવે તેના બે-પ્રત્યેકને કહે છે.
66 मूलम् स द्विधा स्यादनुष्ठातृ
गृहितिविभेदतः ।
सामान्यतो विशेषाच्च गृहिधर्मोऽप्ययं द्विधा ॥ ४ ॥ "
ધર્મના કર્તા ગૃહસ્થ અને યતિ બે હોવાથી ગૃહસ્થધર્મ અને યતિધર્મ એમ ધર્મ એ પ્રકારે છે. તેમાં ઘરવાળા (ગૃહસ્થ) નિત્ય કે વિશિષ્ટ વગેરેનું નિમિત્ત પામીને જે અનુષ્ઠાન ૧. આથી ચિત્તશુધ્ધિ-પુષ્ટિ વિનાની ધ્રુવળ બાહ્ય ક્રિયાને કે ક્રિયારહિત માત્ર ચિત્તશુધ્ધિને ધર્મ માનવે તે અજ્ઞાન ગણાય.