________________
જાધારી રાજી રાજી માતાજી ના નામ
જાબના જન શિષ્ય : પણ આ બે વિશેષણો કહેવાની શી જરૂર ? “ધર્મપરીક્ષાવિધિ એ છે - ગુરુપરિપાટીશુદ્ધ છે અને આગમ-તર્કઅવિરૂદ્ધ છે” એમ કહેવાનું કોઈ પ્રયોજન જ નથી. એ કે ગુરુ : આ બે વિશેષણો કહેવા દ્વારા આ ગ્રન્થમાં શ્રોતાઓને થનારી આ અભિનિવેશમૂલકસ્વકપોલકલ્પનાની આશંકા દૂર કરાયેલી થાય છે.
આશય એ છે કે જો આ બે શબ્દ ન લખે, તો શ્રોતાઓને એવી શંકા થવાની છે = શક્યતા છે કે “અમુક પદાર્થોમાં પોતાનો કદાગ્રહ હોય, એટલે કે એ પદાર્થો શાસ્ત્રવિરૂદ્ધતર્કવિરૂદ્ધ હોવા છતાં ગ્રન્થકારને એ જ પદાર્થોમાં મિથ્યા અભિનિવેશ હોય અને એ મિથ્યા-અભિનિવેશને લીધે જ એમણે પોતાના મનથી જાત-જાતની કલ્પનાઓ કરીને ૨ નવા જ પદાર્થો આ ગ્રન્થમાં નવો જ ધર્મપરીક્ષાની વિધિ લખ્યો હોય તો? જો આવું રે હોય તો આ ગ્રન્થનો અભ્યાસ ન કરાય.”
પણ આ બે વિશેષણો લખવાના કારણે શ્રોતાઓને આવી શંકા ન થાય. તેઓ આ બે વિશેષણો સાંભળીને જ સમજી જાય કે આ ધર્મપરીક્ષાની વિધિ ગ્રન્થના પદાર્થો + ગુરુપરંપરાથી આવેલ છે અને તર્ક + આગમથી અવિરૂદ્ધ છે, એટલે એમાં જ આ મિથ્યાભિનિવેશમૂલક એવી સ્વમતિકલ્પના ન જ હોય. = [શિષ્ય : જે કાર્ય ગુરુપરિપાટીથી શુદ્ધ હોય, તે તર્ક + આગમથી અવિરૂદ્ધ જ છે જે હોય. એમ જે કાર્ય તર્કગમથી અવિરૂદ્ધ હોય, તે ગુરુપરિપાટીથી શુદ્ધ જ હોય. પ્રાચીન ૩ આચાર્યો તર્કગમવિરૂદ્ધ એવું કંઈપણ પ્રતિપાદન કરતા નથી. તેથી બેમાંથી એક જ ક વિશેષણ અહીં ગ્રહણ કરવું યોગ્ય છે. બે વિશેષણ ઉપયોગી નથી.
ગુરુઃ કલિકાલસર્વજ્ઞસમાન મહોપાધ્યાયજી બે વિશેષણોનું ગ્રહણ કરવા દ્વારા આ વાત જણાવે છે કે આગમતર્કથી અવિરૂદ્ધ દેખાતી પણ જે વસ્તુ ગુરુપરિપાટીશુદ્ધ ન જે હોય તે વસ્તુ બોલવી યોગ્ય નથી. જેમકે “નમોસ્તુ સ્તુતિ સુધીનું જ પ્રતિક્રમણ આગમહું તર્કથી અવિરૂદ્ધ છે. પરંતુ ગુરુપરિપાટીશુદ્ધ પ્રતિક્રમણ તો વર્તમાનમાં લઘુશાંતિ સુધીનું
છે. તેથી “પ્રતિક્રમણ નમોડસ્તુ સ્તુતિ સુધી જ કરવું. વધારે નહિ...” આ બધું બોલવું ; યોગ્ય નથી.
એમ ગુરુપરિપાટીશુદ્ધ એવું પણ જે કાર્ય આગમતર્કથી વિરૂદ્ધ હોય તેનું નિરૂપણ જ કરવું કે તેનો આદર કરવો યોગ્ય નથી.
###
જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxx
(xxxxxxxxxR
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - થોરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૯