________________
wwwwxxxxxxxxxxxxxxxwwww w w w w xxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxxx
છે ઉપરાંત “હું તપાગચ્છને મલિન કરું, મારી આ પ્રવૃત્તિથી તપાગચ્છની મલિનતા
થાય છે...” ઈત્યાદિ ઇચ્છા-જ્ઞાન વિનાના, છતાં શાસનમાલિન્યના કારણભૂત છે - પ્રવૃત્તિવાળા એવા રૌદ્રાનુબંધવાળાઓને પણ આ તીવ્ર અધ્યવસાય હોઈ શકે છે.
આશય એ છે કે જેઓ તપાગચ્છાત્મક જિનશાસનની મલિનતા થાય તેવા પ્રકારની ક પ્રવૃત્તિ કરનારા હોય દા.ત. દિગંબરો સ્ત્રીમુક્તિનિષેધાદિની પ્રરૂપણા કરી શાસન
મલિનતા કરે છે. તપાગચ્છીય ઉસૂત્રપ્રરૂપકો “અગીતાર્થની ગોચરી વપરાય' ઇત્યાદિ આ પ્રરૂપણા કરીને શાસનની મલિનતા કરે છે. - વળી આવી પ્રવૃત્તિવાળા જે લોકો રૌદ્ર અનુબંધવાળા હોય એટલે કે ગીતાર્થો ખૂબ
સારી રીતે એમને એમની શાસનમલિનતા કરનારી પ્રવૃત્તિઓની અનર્થકારિતા સમજાવે, - છતાં જેઓ એ પ્રવૃત્તિ ન જ છોડે...
તેવા આત્માઓ શાસનમલિનતા કરવાના અભિપ્રાયવાળા હોય કે ન હોય “મારી આ પ્રવૃત્તિથી શાસનમાલિન્ય થશે” એવા જ્ઞાનવાળા હોય કે ન હોય તો પણ તેઓને અનંતસંસારના કારણભૂત તીવ્ર અશુભ અધ્યવસાય સંભવિત છે.
પ્રશ્ન : આભોગવાળાને તો બરાબર, પણ શાસનમલિનતાના અભિપ્રાય-જ્ઞાન વિનાનાને પણ આ તીવ્ર અધ્યવસાય હોઈ શકે એ વાત મને સમજાતી નથી.
ઉત્તર રે ભાઈ! આભોગની વાત જવા દે. “અનાભોગથી પણ શાસનમાલિત્યની આ પ્રવૃત્તિ થાય તો એ આત્માને મહામિથ્યાત્વની પ્રાપ્તિ થાય” એવો ઉપદેશ શાસ્ત્રોમાં કે સંભળાય છે. અને મહામિથ્યાત્વ એ કંઈ તીવ્ર અધ્યવસાય વિના ન સંભવે. એટલે - અનાભોગવાળાઓને પણ તેવો તીવ્ર અધ્યવસાય હોઈ શકે જ છે. અને એટલે તેવા અધ્યવસાયવાળા તપાગચ્છીયોનો પણ અનંતસંસાર થાય જ.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
यशो० तदुक्तमष्टकप्रकरणे(२३-१२)यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्त्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिबन्धनम् ।। चन्द्र : उपदेशमेव दर्शयति तदुक्तं इत्यादि । अष्टकप्रकरणगाथासक्षेपार्थस्त्वयम् - योऽनाभोगेनाऽपि शासनस्य मालिन्ये वर्तते, *
મહામહોપાધ્યાય યશોવિજયજી સિલિત ધર્મપરીક્ષા • મનમોખરીય ટીમ + ગુજરાતી વિવેયન રહિ છે છે