Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 128
________________ ધમપરીક્ષા (૨) એ પાપપ્રકૃતિઓની નિર્જરાના અભાવમાં પણ તેઓમાં રહેલ ફરી પાપપ્રકૃતિબંધને ઉત્પન્ન કરવાની શક્તિનો વિનાશ. પાપાનુબંધવિચ્છેદપદથી સમજવા. તેમાં પ્રથમ પ્રકારનો પાપાનુબંધવિચ્છેદ હોય, તો તે પ્રકૃતિઓનો ઉદય જ ન થવાનો હોવાથી તે પ્રકૃતિઓ વડે ફરી પાપકર્મબંધ ન થાય. બીજા પ્રકારના પાપાનુબંધવિચ્છેદની હાજરીમાં તે પ્રકૃતિઓનો ક્ષય ન થયો હોવાથી ઉદયનો સંભવ હોય, તો પણ ફરી પાપપ્રવૃતિબંધજનનશક્તિનો અભાવ હોવાથી પાપબંધ ન થાય.) यशो० केवलमनन्तभववेद्यनिरुपक्रमकर्मबन्धे तन्निःशेषतां यावत् प्रायश्चित्तप्रतिपत्तिरेव न स्याद्, चन्द्र : ननु यदि एवं आलोचनाप्रतिक्रमणाभ्यां अनुबन्धविच्छेदादनन्तसंसारो न भवेत्, तर्हि किमिति सर्वेषामपि आलोचनाप्रतिक्रमणाभ्यामनुबन्धविच्छेदो न भवति ? किं केषाञ्चिदेव भवति ? किमत्र प्रधानं कारणं ? इत्यत आह- केवलं = यद्यपि आलोचनादिना अनुबन्धविच्छेदादनन्तसंसारो न भवतीति सत्यं, किन्तु एतावान् विशेषो यदुत अनन्त - भववेंद्यनिरुपक्रमकर्मबन्धे = असकृद् बन्धपरम्परयाऽनन्तभवैरेव यद् वेद्यते, तादृशं यत् निरुपक्रमं = निकाचितादिस्वरुपं कर्म, तस्य बन्धे सति तन्निःशेषतां यावत् अनन्तभवैस्तत्कर्मवेदनेन तत्क्षयं यावत् प्रायश्चित्तप्रतिपत्तिरेव = अनुबन्धविच्छेदस्तावद् दूरे, किन्तु प्रायश्चित्तप्रतिपत्तिमात्रमपि न स्यात् । = ચન્દ્ર : (શિષ્ય : જો આ પ્રમાણે આલોચનાદિ દ્વારા અનુબંધનો વિચ્છેદ થઈ જવાથી અનંતસંસાર ન થાય, તો પછી શા માટે બધાય જીવોને આલોચનાદિ દ્વારા અનુબંધવિચ્છેદ નથી થતો ? શા માટે કેટલાકોને જ આલોચનાદિ પ્રગટે છે અને તેનાથી અનુબંધ તૂટે છે ?) ગુરુ : એ વાત સાચી છે કે આલોચનાદિ દ્વારા અનુબંધનો વિચ્છેદ થાય. પરંતુ આટલી વિશેષતા સમજી લેવી જોઈએ કે જો ઉત્સૂત્રપ્રરુપણાદિ વખતે એવા પ્રકારના કર્મનો બંધ થયો હોય કે જે અનંત ભવો દ્વારા જ અનુભવીને ખતમ કરી શકાય અને મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૨ ૧૧૩

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154