________________
XXX
धर्मपरीक्षा
ચન્દ્ર : બીજી વાત એ કે દસવૈ.ના પાઠના આધારે જો નિહ્નવોને એકાન્તે દુર્લભોધિત્વ સાબિત કરીને એવું સિદ્ધ કરવામાં આવે કે ઉત્સૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત તો પરલોકમાં ન જ થાય. તો તો આચારાંગનો આ પાઠ છે કે - ‘આ પ્રમાણે બીજાને માટે ક્રૂર કર્મોને કરતો તે અજ્ઞાની તે દુઃખથી સંમૂઢ બનીને ભ્રમને પામે છે.’
હવે અહીં બીજાના માટે ક્રૂર કર્મને કરનારાને હિતાહિતની બુદ્ધિ વગેરેના ભ્રમવાળો કહ્યો છે. અને આવા ભ્રમવાળાને તો એ હિંસાદિ ક્રૂર કર્મોનું પણ ભવાન્તરમાં પ્રાયશ્ચિત ઘટશે નહિ, અને તો પછી પાક્ષિકસૂત્રાદિ પાઠો અસંગત જ બની જશે.
यशो० अथ सर्वस्यैव पापस्य प्रमादेन कृतस्य विपर्यासाधायकत्वाद्विपर्यासजलसिच्यमानानां क्लेशपादपानां चानुबन्धफलत्वाद् भवान्तरेऽपि तथाभव्यताविशेषात्कस्यचिद्विपर्यासनिवृत्त्यैवानुबन्धनिवृत्तेहिंसादिप्रायश्चित्तोपपत्तिरिति चेत् ?
चन्द्र : पूर्वपक्षः शङ्कते - अथ सर्वस्यैव इत्यादि ।
अयं भावार्थ:-प्रमादेन कृतं सर्वमपि पापं इहभवे भवान्तरे वा विपर्यासं मिथ्याबुद्धिस्वरूपं जनयति, विपर्याससहिताश्च रागादयः क्लेशाः पापानुबन्धं जनयन्ति । एवं च यदि न केवलं इहभवे, किन्तु भवान्तरेऽपि तथाभव्यताविशेषात् कस्यचिन्महात्मनः स्वत एव गुर्वाद्युपदेशादितो वा विपर्यासो निवर्तेत, तर्हि विपर्यासाभावात् रागादयः क्लेशा न पापानुबन्धं जनयितुमलम् । ततश्च पापानुबन्धजननाभावे तत्र परलोके हिंसादिप्रायश्चित्तस्वीकार उपपद्यत एवेति न दोष इति ।
अक्षरार्थस्तु भावार्थानुसारेण स्वयं विभावनीयः । नवरं “विपर्यासजलसिच्यमानानां” इति पदानन्तरं 'एव' कारोऽध्याहार्यः " न तु विपर्यासजलासिच्यमानानां क्लेशपादपानामनुबन्धफलत्वम्" इति तु एवकारार्थः ।
ચન્દ્ર : પૂર્વપક્ષ : જુઓ, એક વાત એ કે પ્રમાદ વડે કરાયેલા તમામ પાપો વિપર્યાસ મિથ્યાજ્ઞાન = વિપરીતબુદ્ધિને લાવનારા છે, આત્મામાં ઉત્પન્ન કરનારા
छे.
-
અને બીજી વાત એ કે વિપર્યાસરૂપી પાણીથી સિંચાતા એવા રાગદ્વેષાદિ ક્લેશો પાપાનુબંધરૂપી ફળને ઉત્પન્ન કરે છે. વિપર્યાસ વિનાના ક્લેશો નહિ.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૧૩૫