________________
ધર્મપરીત
कुलं गणो वा, तद्द्वर्तिन इति भाव:, अत्रापि आदिपदात् स्वसङ्घाद् भिन्नसङ्घवर्तिनो ग्राह्याः ।
ननु कथं मध्यस्थो निश्रितोपश्रितव्यवहारकारी न भवति ? इति चेत् ? निश्रितोपश्रितेत्यादि रागद्वेषान्वितव्यवहारकर्तुः सूत्रे = छेदादिग्रन्थे । तथा च मध्यस्थः तादृशं प्रायश्चित्तं ज्ञात्वा न तत्कारणीभूतं रागद्वेषान्वितं व्यवहारं करोतीति भावः ।
ચન્દ્ર ઃ મધ્યસ્થ જીવ નિશ્રા વિના જ વ્યવહાર કરનારો હોય.
અહીં જો કે “નિશ્રા વિના વ્યવહાર કરનારો હોય એમ જ કહ્યું છે. પણ ઉપલક્ષણથી(એના ઉપરથી) આ પણ સમજી લેવું કે મધ્યસ્થજીવ ઉપશ્રારહિતપણે પણ વ્યવહાર કરનારો હોય.
એમાં નિશ્રા એટલે રાગ અને ઉપશ્રા એટલે દ્વેષ એ પ્રમાણે અર્થ છે. એટલે સાર એ આવ્યો કે ‘શાસ્ત્રમાં શિષ્યાદિ વસ્તુઓની માલિકી કોની થાય ? અને કોની ન થાય ? સાધુ કોણ કહેવાય ? અને કોણ ન કહેવાય ?' વિગેરે પરીક્ષા કરવા રૂપ જે વ્યવહાર પ્રસિદ્ધ છે, મધ્યસ્થ જીવ રાગ-દ્વેષ વિના જ આવા પ્રકારના (શાસ્ત્ર મુજબ) વ્યવહારને કરનારો હોય.
મધ્યસ્થ જીવ આવો હોય છે, માટે જ તે મધ્યસ્થનો અભ્યુંપગમ = સ્વીકાર - માન્યતા આ પ્રમાણે હોય છે કે ‘ગુણો જ આદરણીય છે.’ પરંતુ કુલગણાદિની નિશ્રા આદરણીય નથી. એટલે કે જે સાધુ પોતાના કુળનો કે ગણનો કે સંઘનો હોય, તે સાધુ કુલગણાદિની અપેક્ષાએ તુલ્ય કહેવાય. આવા સાધુમાં ખરેખર દોષો વિદ્યમાન હોય, છતાં એ પોતાના કુલ-ગણાદિનો હોવાથી એના એ દોષો ઢાંકી દેવા અને એનામાં જે ગુણો છે જ નહિ, એને જાહેર કરવા અને આ દ્વારા તે કુલગણાદિથી તુલ્ય સાધુમાં પક્ષપાત કરવો એ મધ્યસ્થ જીવને ન સંભવે.
=
એમ જે પોતાના કુલ કે ગણનો ન હોવાને લીધે કુલગણાદિની અપેક્ષાએ વિસર્દેશ - જુદો હોય. તેનામાં જે દોષો ન હોય તેને જાહેર કરવા દ્વારા અને તેનામાં ખરેખર વિદ્યમાન ગુણોને ઢાંકી દેવા દ્વારા તે વ્યક્તિ ઉપર ઉપશ્રા = દ્વેષ કરવો એ પણ મધ્યસ્થને સંભવિત નથી. ગાથામાં જો કે ‘કુલગણાદિનિશ્રા ન હોય' એમ જ લખેલ છે. પણ તેના ઉપરથી આ વાત પણ સમજી જ લેવી કે ‘ભિન્નકુલગણાદિવાળા ઉપર દ્વેષ પણ ન હોય.'
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૧૮