________________
ધર્મપરીક્ષા
માવા ત
ચન્દ્ર ઃ ગુરુ : તપાગચ્છાદિરૂપતીર્થના ઉચ્છેદની જેમ જિનાગમસ્વરૂપ સૂત્રનો ઉચ્છેદ પણ ઉન્માર્ગ જ છે. અને એટલે દિગંબરમત વિગેરે રૂપ ઉન્માર્ગમાં રહેલાઓનું સ્રીમુક્તિનિષેધાદિરૂપ ઉત્સૂત્રભાષણ જો તીર્થના ઉચ્છેદના અભિપ્રાયથી જ થતું હોય એટલે કે તપાગચ્છીયમાન્યતા રૂપ તીર્થનો ઉચ્છેદ કરવા માટે જ તે દિગંબરો ઉત્સૂત્રભાષણ કરે છે એમ જો તમારો મત હોય,
તો પછી ઉત્સૂત્ર આચરણ અને ઉત્સૂત્રપ્રરૂપણા એ બેયમાં પ્રવીણ એવા અને વ્યવહારથી તપાગચ્છાત્મકમાર્ગમાં રહેલા (પણ અંદરથી મિથ્યાત્વી) યથાસ્કંદ વિગેરેનું ઉત્સૂત્રભાષણ પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયથી જ થાય છે એમ માનવું પડશે. એટલે કે ‘સૂત્રનો ઉચ્છેદ કરવા માટે જ તેઓ ઉત્સૂત્રપ્રરૂપણા કરે છે' એમ માનવું પડે.
પૂર્વપક્ષ ઃ દિગમ્બરમતનો આશ્રય એ તો સ્પષ્ટપણે તપાગચ્છાદિમાર્ગના ઉચ્છેદનું કારણ છે જ. અને એટલે દિગમ્બરાદિમતનો આશ્રય કરનારો તપાગચ્છાદિમાર્ગના ઉચ્છેદના અભિપ્રાયવાળો છે એમ કહી શકાય.
દા. ત. માટી, દંડ વિગેરે ઘટના કારણોને ભેગા કરનારો વ્યક્તિ ઘટને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળો છે' એમ ચોક્કસ કહી જ શકાય છે. એમ દિગંબરાદિમતનો સ્વીકાર એ તપાગચ્છાદિમાર્ગોચ્છેદનું કારણ છે એટલે એ કારણને ગ્રહણ કરનારો વ્યક્તિ માર્ગોચ્છેદરૂપ કાર્યની ઇચ્છાવાળો કહી શકાય. પણ તપાગચ્છીય ઉત્સૂત્રપ્રરૂપક સાધુ શી રીતે માર્ગોચ્છેદના અભિપ્રાયવાળો ગણાય ?
ગુરુ : ભાઈ ! જેમ દિગંબરાદિરૂપ વિરૂદ્ધમાર્ગોનો સ્વીકાર માર્ગોચ્છેદનું કારણ છે. તે જ પ્રમાણે સૂત્રવિરૂદ્ધનો આશ્રય = સૂત્રવિરૂદ્ધપ્રરૂપણાદિ પણ સૂત્રાત્મકમાર્ગના ઉચ્છેદનું કારણ છે જ. બે ય ની માર્ગોચ્છેદકારણતા સમાન છે. અને એટલે ઉત્સૂત્રપ્રરૂપણા રૂપ કારણને સ્વીકારનારો સાધુ ભલેને સ્વપક્ષનો હોય તો પણ તે સૂત્રરૂપ માર્ગના ઉચ્છેદની ઇચ્છાવાળો જ ગણાય.
આમ પરપક્ષીય ઉત્સૂત્રપ્રરૂપકને તપાગચ્છાદિરૂપ માર્ગનો ઉચ્છેદ લાગુ પડે છે, તો સ્વપક્ષીય ઉત્સૂત્રપ્રરૂપકને સૂત્રરૂપમાર્ગનો ઉચ્છેદ લાગુ પડે છે.
હવે આ બે ય ઉચ્છેદો ઉન્માર્ગ છે. એટલે એ રીતે બે ય ને એક સરખો જ ઉન્માર્ગ મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૨૬