________________
ધર્મપરીક્ષા
इदं हि निरूपणं सूत्रविरूद्धं प्रतिभासते, तस्मात्तदननुपातिपदेन व्यवह्रीयते । ननु कथमेतन्निरूपणं सूत्रविरूद्धं प्रतिभासते ? इत्यतः कारणमाह - षट्पदिकापतनेत्यादि । अयं भावः - यावज्जीवं स्नानत्यागिनां संयमिनां मलिने देहे संमूच्छिमा अतीव सूक्ष्माः षट्पदिकाः समुत्पद्यन्ते, एतच्च वर्तमानेऽपि केषाञ्चित्संयमिनां प्रत्यक्षसिद्धमेव । ताश्च परिधीयमाने चोलपट्टके सङ्क्रामन्त्यपि । एवं च यदि स षट्पदिकासंयुक्तश्चोलपट्टको भिक्षायां पात्रबन्धनोपरि क्रियेत, तर्हि काश्चित्षट्पदिकाः पात्रकादावपि पतेयुः, ततश्च ता भोजनमिश्रिताः साधुभिर्भुज्यन्त इति महतीयं संयमविराधना स्यात् । एवं च सूत्रयुक्तेरत्र बाधात् प्रकृतं निरूपणं सूत्रविरूद्धं स्फुटमेवेति ।
ચન્દ્ર ઃ યથાછંદની આવા પ્રકારની ઉત્સૂત્રપ્રરૂપણા ચરણોમાં અને ગતિમાં અનુપાતિ અને અનનુપાતિ હોય છે. અર્થાત્ તે પ્રરૂપણાઓ ચારિત્રને અને ગતિને આશ્રયીને વિચારીએ તો અનુપાતિ અને અનનુપાતિ એમ બે પ્રકારની છે.
એ અનુપાતિ અને અનનુપાતિનું સ્વરૂપ કહે છે. જે પદાર્થને બોલતો તે યથાછંદ આ પ્રમાણે જણાય કે “નક્કી આ યુક્તિસંગત જ વાત કરે છે. તે અનુપાતિપ્રરૂપણ કહેવાય. દા.ત. જે મુહપત્તી જ છે, એ જ પુંજણી થાઓ. (આ વાત યુક્તિસંગત લાગે છે. શાસ્રીયયુક્તિઓનો આમાં બાધ નથી આવતો. ઉલ્ટું “પરિગ્રહ ન કરવો” ઇત્યાદિ શાસ્ત્રીય યુક્તિઓ આમાં પોષક બને છે.)
જ્યારે યથાછંદ વડે બોલાતો જે પદાર્થ સૂત્રવિરૂદ્ધ પ્રતિભાસે, તે અનનુપાતિ કહેવાય.
દા.ત. “ચોલપટ્ટાને જ પલ્લા તરીકે કરી દો.” આ સૂત્રવિરૂદ્ધ એટલા માટે કે ‘જુ’ના પડવાનો સંભવ હોવાથી શાસ્ત્રયુક્તિનો બાધ થાય છે. (સ્નાન ન કરનારા સાધુઓને મેલા દેહમાં સંમૂર્ચ્છિમ, ઘણી નાની જુ થતી હોય છે. જેને સવા કહેવાય છે. આ વાત વર્તમાનમાં પણ અમુક સંયમીઓમાં પ્રત્યક્ષસિદ્ધ જ છે. આ જુ પહેરાતા ચોલપટ્ટામાં સંક્રમ પણ પામે. એટલે હવે જો તે જુવાળો ચોલપટ્ટો ગોચરીમાં ઝોળીની ઉપર કરાય તો કેટલીક જુ પાત્રાદિમાં પણ પડે. તો પછી ભોજન મિશ્રિત તે જુ સંયમીઓ વડે ખવાય આમ આ મોટી સંયમવિરાધના થાય.)
यशो० अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थप्रतिभासापेक्षया त्वननुपातीनीति ॥ ४ ॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત હૈ ૪૩