________________
૨: આંધળાને અખાડા
સંખ્યા: દસથી પંદર. સાધન: જેટલા રમનારા એટલા આંખે બાંધવાના પાટા.
તૈયારી: લંગડીનું વર્તુળ દોરવું. સંખ્યા વધારે હોય તે મોટું વર્તુળ દરવું. એક જણ સિવાય દરેકને વર્તુળમાં ઊભો રાખી આંખે પાટા બાંધી દેવા. અને રમાડનારે પણ વળમાં સીટી લઈને ઊભા રહેવું. ”
રમત: રમાડનારે (શિક્ષક) સીટી મારવી. સીટી મારીને વર્તુળમાં જ્યાં કોઈ આંધળા ના હોય ત્યાં ઊભા રહેવું. સીટીમા અવાજે દરેક આંધળ, એ રમાડનારને અડવા દોડાદોડ કરવી. આથી આંધળા એકબીજા સાથે અથડાશે અને પકડાપકડી કરશે. એટલે રમાડનાર કહેશે: ના, ના, ના. વળી પાછી સીટી મારશે. ને આંધળાએ તેને પકડવા જવું. જ્યારે કોઈ આંધળે, રમાડનારને પકડી પાડશે ત્યારે તે કહેશે: હા, હા, હા. એ પછી બધા આંધળા આંખેથી પાટા છોડી નાખશે. થોડીવાર પછી એમણે રમાડનારને પકડી પાડ્યો હશે તે દાવ દેનાર થશે ને બીજા પાછા પાટા બાંધીને રમવા માટે તૈયાર થશે.
નોંધ: આંધળા અંદર અંદર એકબીજાને પકડશે તેથી જોનારને આનંદ પડશે. રમનારે આંખેથી પાટાને બેસવવો નહિ. પાટા બરોબર બાંધવા, જેથી દેખી શકાય નહિ.
[૧૪]