Book Title: Deshi Ramato
Author(s): Shamjibhai K Jamod
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 107
________________ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન : લાઠી, ટચાકા અથવા બીજી એવી વસ્તુઓ. તૈયારી: એક મોટુ લંબચેારસ મેદાન પસંદ કરવું ને તેમાં ઉપર પ્રમાણે મેદાન દોરી ટુકડીઓને ગોઠવી દેવી. બંને ટુકડીઓને અલગ બતાવવા માટે કાંઈ નિશાની રાખવી. ચ્છર રૅજ્ઞાતિ છ જેઈલ ૭ ૪૭: મૂંગી લડાઈ છ ૦ ૦ ૭ . ↑ સૈનિક × × સૈનિક X * × X * જેઈલ X × × × X X સેનાપતિ × કોઠાર રમત : સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. સેનાપતિ નાયકને ઇશારતથી હલ્લો કરવાની રજા આપે. સામસામા સૈનિકો યુદ્ધ શરૂ કરે. એકબીજાએ સામાવાળાના હાથને પકડીને હાથના પંજો જમીનને અડકાડી દેવાનો છે. આમ કરવા માટે એક જણને બે કે એથી વધારે વળગી શકે. જેના હાથ જમીનને અડકી જાય તેને શત્રુઓ જેલમાં પૂરી દે, જેલમાં ગયેલ કેદીને માત્ર ત્યાં જ ઊભા રહેવાનું. ધીમે ધીમે લડાઈ આખા મેદાનમાં શરૂ થઈ જાય. સેનાપતિ પણ ઊતરે. પોતપોતાના મેદાનમાં છેલ્લે એક ખૂણે કોઠાર અને બીજે ખૂણે જેલ બનાવવાં. રમત દરમિયાન સામા પક્ષના માણસ કોઠારમાંથી કોઈ ચીજ લઈ જઈ શકે. બે જણને કોઠાર સાચવવા રાખવા, જેથી ચીજ લેવા આવનારને અડકીને જેલમાં પુરાય. રમત દરમિયાન સામા પક્ષનો પોતાની જેલ પાસે આવી કેદીઓને અડે તો તે કેદી છૂટો થઈ રમતમાં લાગી જાય. આ પ્રમાણે એક ટુકડી પાર થઈ જતા સુધી રમત ચાલે. [ ૧૦૬ ]

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130